Ambaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત

author img

By

Published : Mar 14, 2023, 2:53 PM IST

Updated : Mar 14, 2023, 4:00 PM IST

Ambaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત
Ambaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત ()

ગુજરાતના સુપ્રધ્ધિ અંબાજી મંદિરમાં છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા મોહનથાળ અને ચિક્કીના પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. ગુજરાત સરકારે મધસ્થ કરી મંદીર ટ્રસ્ટ સાથે વાટાઘાટો કરી અને સત્તાવાર નિર્ણય જાહેર કર્યો છે. હવે અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ મળશે.

Ambaji Temple : અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કીનો બંને પ્રસાદ મળશે, સરકારની સતાવાર જાહેરાત

ગાંધીનગર : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા અંબાજી માતાનું મંદિરે છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં હતું. જેમાં મોહનથાળ રુપી પ્રસાદી બદલીને ટ્રસ્ટ દ્વારા ચીકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો જેના પડઘા વિધાનસભા ગ્રુપમાં પણ પડ્યા હતા, ત્યારે અનેક વિરોધ થતા રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દખલગીરી કરી હતી. ત્યારબાદ આજે સરકાર અને ટ્રસ્ટ વચ્ચે યોજાયેલી બેઠકમાં મોહનથાળ પ્રસાદ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

ભૂપેન્દ્ર પટેલે કરી દખલગીરી : અંબાજીનો મુદ્દો દિવસેને દિવસે વધી રહ્યો હતો. રાજ્ય સરકારના પ્રધાનો જે જગ્યાએ જાહેર કાર્યક્રમમાં જાય ત્યાં આ જ મુદ્દાનો સામનો કરવો પડી રહ્યો હોવાની વિગતો સામે આવી રહી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર મામલે દખલગીરી કરી હતી. જેને ધ્યાનમાં લઈને આજે વિધાનસભા ગૃહમાં જ હર્ષ સંઘવીના કાર્યાલયમાં બપોરે 2:00 વાગ્યા બાદ અંબાજીમાં મોહનથાળ આપવા બાબતની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

શું કહ્યું પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે : મોહનથાળના પ્રસાદને યથાવત રાખવા બાબતે રાજ્ય સરકારના ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં સરકાર અને મંદિર ટ્રસ્ટ વચ્ચે બેઠક યોજાઇ હતી અને મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ માવાની ચીકીનો પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવશે. આમ ભક્તો જે પ્રસાદ લેવા ઇચ્છશે તે પ્રસાદ મળી શકશે. આમ મંદિરની અંદર બન્ને પ્રસાદ જેવા કે, મોહનથાળ અને ચીક્કીનો પ્રસાદ આપવામાં આવશે.

આ પણ વાંચો : VHP Protest: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહીં થાય તો જૂનાગઢ VHP કરશે ઉગ્ર આંદોલન

ક્વોલિટીમાં સુધારો કરવામાં આવશે : રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે શનિવારના રોજ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે, મોહનથાળની ક્વોલિટી કરતા માવાની ચીકીની ક્વોલિટી વધુ સારી છે અને અનેક દિવસો રાખવાથી મોહનથાળ બગડી જવાની ઘટના અને ફરિયાદ પણ આવી છે. ત્યારે આજે ટ્રસ્ટની બેઠક બાદ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં અંબાજી મંદિરમાંથી જ મોહનથાળનો પ્રસાદ આપવામાં આવશે, પરંતુ તેની કોલેટીમાં ખૂબ જ સારો વધારો કરવામાં આવશે. સાથે જ આકર્ષક સ્વરૂપમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવશે સાથે જ પેકિંગ પણ સારી રીતે તૈયાર કરેલું હશે.

ભક્તોને બન્ને પ્રસાદનો વિકલ્પ : મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર માઈ ભક્તોને બંને પ્રસાદ એટલે કે મોહનથાળ અને ચિક્કીના પ્રસાદનો વિકલ્પ આપવામાં આવ્યો છે અને ફરીથી મોહનથાળ પ્રસાદ રૂપે શરૂ કરવામાં આવશે, તેવી સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના પ્રવકતા પ્રધાન ઋષિકેશ પટેલે કરી હતી. જ્યારે ચિક્કીનો પ્રસાદ પણ યથાવત રાખવામાં આવશે. આમ જે ભક્તોને જે પ્રસાદ લેવો હોય તે પ્રસાદ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, 11 માર્ચના રોજ ETVના પ્રશ્નોમાં રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે સ્પષ્ટ જણાવ્યું હતું કે, ચિક્કીનો પ્રસાદ જ યથાવત રહેશે.

આ પણ વાંચો : Ambaji Temple: ભક્તોએ ચિકીના પ્રસાદથી જ માનવો પડશે સંતોષ, ETV Bharatના પ્રશ્નના જવાબમાં પ્રવક્તા પ્રધાનની સ્પષ્ટતા

મોહનથાળ ખૂટશે તો નહીં ને ? : બજાજની માન્યતા છે કે જે વસ્તુનો વધારે ઉપાડ હોય તેની સપ્લાય ઓછો કરવો અને જે ચીજ વસ્તુ બજારમાં ટકાવી રાખવી હોય તેનો સપ્લાય વધુ કરવો ત્યારે ETV Bharat ના સંવાદદાતાએ આવનગર દિવસોમાં મોહનથાળનો પ્રસાદ ખૂટશે તો નહીં ને તેઓ પ્રશ્ન કર્યો હતો તેના જવાબમાં રાજ્ય સરકારના પ્રદાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અમુક દિવસો એવા પણ આવે છે કે જ્યારે મોહનથાળ નો પ્રસાદ ખૂટે અથવા તો એવા પણ દિવસો આવશે કે જ્યારે માવાની ચીકીનો પ્રસાદ પણ ખૂટે પરંતુ પૂરતા પ્રમાણમાં અને લોકોની માંગણી અને આસ્થાને ધ્યાનમાં લઈને સારી ક્વોલિટીમાં અને વધુ કોન્ટીટીમાં જ પ્રસાદ તૈયાર કરવામાં આવશે જેથી લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ના પડે.

શું કહ્યું મંદિર ટ્રસ્ટે ? : મંદિર ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે, સરકાર સાથે બેઠકમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવાનું નક્કી કર્યું છે. જ્યારે હાલમાં પણ મોહનથાળનો પ્રસાદ ચાલુ જ રહેશે, પરંતુ કવોલિટીમાં સુધારો કરાશે. આ મોહનથાળ તાત્કાલિક ધોરણે અંબાજી મંદિર ટ્રસ્ટમાં ચાલુ થાય તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

Last Updated :Mar 14, 2023, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.