ગુજરાત

gujarat

ડીસા અને પાલનપુરમાં નગરપાલિકા ચૂંટણી જીતવા ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ

By

Published : Jan 11, 2021, 7:44 PM IST

સોમવારના રોજ ડીસા ખાતે આગામી સમયમાં યોજાનારી પાલનપુર અને ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થાય તે માટે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ હતી.

ડીસા અને પાલનપુરમાં નગરપાલિકા ચૂંટણી જીતવા ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ
ડીસા અને પાલનપુરમાં નગરપાલિકા ચૂંટણી જીતવા ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ

  • બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીનું કાઉન-ડાઉન શરૂ
  • નગરપાલિકા જીતવા ભાજપ મેદાનમાં
  • બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ
  • શું ફરી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે ?

બનાસકાંઠાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલમાં દરેક પક્ષ પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં આગામી સમયમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે. જેને લઇને સૌથી વધુ લોકોની નજર ભાજપ અને કોંગ્રેસ પર રહેતી હોય છે, પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. જેના કારણે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખરાખરીનો જંગ જામશે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ આગામી સમયમાં બે મોટી નગરપાલિકાની ચૂંટણીઓ દર વર્ષે મહત્વની રહેતી હોય છે. ડીસા શહેરમાં યોજાતી નગરપાલિકાની ચૂંટણીમાં દરેક પક્ષ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અત્યારથી જ નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ડીસા અને પાલનપુર ખાતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બેઠકો શરૂ થઈ ગઈ છે.

ડીસા અને પાલનપુરમાં નગરપાલિકા ચૂંટણી જીતવા ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ

નગરપાલિકા જીતવા ભાજપ-કોંગ્રેસ મેદાનમા

છેલ્લા પાંચ વર્ષમાં ડીસા નગરમાં ભાજપ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. પરંતુ તેની સામે અનેક વિવાદો પણ જોવા મળ્યા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વખતે યોજાનારી ચૂંટણીમાં ડીસા નગરપાલિકા ખાતે ભાજપના કોર્પોરેટરો ક્યા મુદ્દાઓને લઈને લોકો સમક્ષ ચૂંટણી જીતવા માટે જશે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ પણ આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં વિવિધ મુદ્દાઓને લઈને લોકો સમક્ષ પોતાની ચૂંટણીમાં જીત માટે જશે. ગત વર્ષે ડીસા અને પાલનપુરમાં થયેલી હારના કારણે આ વખતે ફરી એક વાર ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ પર પોતાની જીત માટે તમામ પ્રકારનું એડીચોટીનું જોર લગાવશે. અત્યારથી જ કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. પાલનપુર ખાતે પણ આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનારી છે, ભાજપના પાંચ વર્ષના શાસનમાં અનેક વિવાદો જોવા મળ્યા છે, ત્યારે આ વખતે યોજાનારી ચૂંટણીમાં આજે પણ નગરપાલિકાની ચૂંટણી જીતવા માટે વિવિધ મુદ્દાઓ માટે વ્યૂહરચના ઘડી છે.

ડીસા અને પાલનપુરમાં નગરપાલિકા ચૂંટણી જીતવા ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ

બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ

આજે ડીસાના જલારામ મંદિર ખાતે પણ બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હિતેશ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલની આગેવાની હેઠળ આગામી સમયમાં યોજાનારી ડીસા અને પાલનપુર ખાતે નગરપાલિકાની ચુંટણીને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ડીસા અને પાલનપુરમાં નગરપાલિકા ચૂંટણી જીતવા ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ

ભાજપ યુવા મોરચાના યુવાનો દ્વારા ડોર ટુ ડોર લોકો સમક્ષ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે

બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હિતેશ ચૌધરીએ જણાવ્યું કે, આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનું શાસન આવે તે માટે અત્યારથી જ બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા તમામ પ્રકારના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે, ખાસ કરીને આ વખતેની ચૂંટણીમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ભાજપ દ્વારા પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામો લઈને લોકો સમક્ષ થશે, બીજી તરફ આ વર્ષે ભાજપ યુવા મોરચાના યુવાનો દ્વારા ડોર ટુ ડોર લોકો સમક્ષ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે, જેથી આગામી સમયમાં ફરી એકવાર ડીસા અને પાલનપુર નગરપાલિકામાં ભાજપનું શાસન ક્યારે આવશે.

ABOUT THE AUTHOR

...view details