ગુજરાત

gujarat

બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ

By

Published : Oct 29, 2022, 9:56 AM IST

બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લાની 9 બેઠકો માટે ભાજપના આગેવાનો દ્વારા સેન્સની (BJP sens process) પ્રક્રિયા યોજાઈ હતી જેમાં બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો માટે 250થી વધુ કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ
બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ

બનાસકાંઠાજિલ્લાના પાલનપુર ખાતે જિલ્લાની 9 બેઠકો માટે ભાજપના આગેવાનો દ્વારા સેન્સની પ્રક્રિયા યોજાઈ (BJP sens process) હતી જેમાં બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો માટે 250થી વધુ કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.

બેઠકોનો દોર શરૂ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાનીચૂંટણીને લઈને અત્યારથી દરેક પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોને લઈ પ્રક્રિયાઓ શરૂ કરી છે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ દરેક પક્ષ દ્વારા હાલમાં દરેક વિધાનસભામાં બેઠકોનો દોર શરૂ કર્યો છે. આમ તો દર વર્ષે યોજાતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામતો હતો. પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે. અને અત્યાર સુધી આમ આદમી પાર્ટી દ્વારા અનેક વિધાનસભાના ઉમેદવારો જાહેર કરાયા છે ત્યારે હવે ભાજપ દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીને લઇ દરેક કાર્યકર્તાઓના સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

સીટ ખોવાનો વારોબનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ગત વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં 9 બેઠકોમાંથી ભાજપે ત્રણ અને કોંગ્રેસે પાંચ અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. જે બાદ થરાદના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ લોકસભાની ચૂંટણી લડ્યા હોવાના કારણે તેમને થરાદ વિધાનસભા બેઠક પર રાજીનામું આપ્યું હતું જેના કારણે થરાદ ખાતે પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં પણ ભાજપે પોતાની વિધાનસભાની સીટ ખોવાનો વારો આવ્યો હતો.

બેઠકો માટે સેન્સની પ્રક્રિયા આમ બનાસકાંઠા જિલ્લાની ગત વખતે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. ત્યારે આ વખતે ફરી યોજનારી ચૂંટણીને લઇ બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો પર વધુમાં વધુ ભાજપ પાસે આવે તે માટે હાલમાં ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા કાર્યકર્તાઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે ત્યારે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો માટે સેન્સની પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ભાજપના નિરીક્ષણ તરીકે પ્રદેશ ઉપપ્રમુખ જયંતી કવાડિયા, સાંસદ જશવંત ભાભોર, પૂર્વ સાંસદ જયશ્રી પટેલ દ્વારા તમામ નવ બેઠકો માટે સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી

ઉત્સાહનો માહોલ બનાસકાંઠા જિલ્લામાં આજે નવ વિધાનસભા બેઠક માટે સેન્સની પ્રક્રિયા યોજાઇ હતી જેમાં વાવ વિધાનસભા બેઠક પર-3, થરાદ વિધાનસભા બેઠક પર- 12, ધાનેરા વિધાનસભા બેઠક પર -22, દાંતા વિધાનસભા બેઠક પર -17, પાલનપુર વિધાનસભા બેઠક પર -75 , વડગામ વિધાનસભા બેઠક પર- 28, કાંકરેજ વિધાનસભા બેઠક પર -19, ડીસા વિધાનસભા બેઠક પર -52, દિયોદર વિધાનસભા બેઠક પર -30 કાર્યકર્તાઓએ ભાજપમાંથી પોતાની દાવેદારી નોંધાવી હતી. આમ બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો માટે આજે યોજાયેલી સેન્સની પ્રક્રિયામાં કુલ 250 થી વધુ કાર્યકર્તા હોય પોતાની દાવેદારી નોંધાવી હતી ભાજપની સેન્સ પ્રક્રિયાને લઇ આજે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details