ગુજરાત

gujarat

ગુજરાતની પ્રજા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે: ભરતસિંહ સોલંકી

By

Published : Nov 16, 2021, 6:50 AM IST

કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન (Former Union Minister) તેમજ ભૂતપૂર્વ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) સોમવારે મોડી સાંજે શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) પહોંચ્યા હતા. જ્યાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહીત કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું.

Shaktipeeth Ambaji
Shaktipeeth Ambaji

  • ભરતસિંહ સોલંકી સોમવારે મોડી સાંજે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા
  • કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહીત કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું
  • નવા વર્ષના પ્રારંભે અંબાજી દર્શાનાર્થે પહોંચ્યા

બનાસકાંઠા: કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન તેમજ ભૂતપૂર્વ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) રવિવાર મોડી સાંજે શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) પહોંચ્યા હતા. જ્યાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહીત કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ ભરતસિંહ સોલંકી મા અંબેના દર્શાનાર્થે અંબાજી મંદિર પહોંચ્યા હતા. જ્યાં પુજારીઓએ કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા અને માતાજીની ગાદી ઉપર પણ ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા.

ગુજરાતની પ્રજા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે: ભરતસિંહ સોલંકી

આ પણ વાંચો: કોઈ શું ખાય એનાથી મને કોઈ મતલબ નથી: નોનવેજ પ્રતિબંધ પર ગુજરાતના મુખ્યપ્રધાનનું નિવેદન

રાજ્યભરમાં મોંઘવારી તેમજ બેરોજગારીને લઈ પ્રજા પરેશાન છે: ભરતસિંહ સોલંકી

ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki) કોરોના મહામારી દરમિયાન 101 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ નવું જીવન મળતા તેઓ નવા વર્ષના પ્રારંભે અંબાજી (Shaktipeeth Ambaji) દર્શાનાર્થે પહોંચ્યા હતા અને નવા વર્ષમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં અને ગતવર્ષમાં કોરોનાની જે પરિસ્થિતિ નિર્માણ થઇ તેવું ફરી ન થાય અને સંવત વર્ષ 2078 બધાનું સારું જાય તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યભરમાં મોંઘવારી તેમજ બેરોજગારીને લઈ પ્રજા પરેશાન છે.

આ પણ વાંચો: દર્દીઓને ઈમરજન્સીમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્નારા એર એમ્બ્યુલન્સ કરાશે શરૂ

કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા જનજાગૃતિ કાર્યક્રમની સફળતાની પ્રાર્થના માટે અંબાજી પહોંચ્યા

ભરતસિંહ સોલંકી કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા જનજાગૃતિ કાર્યક્રમને સફળતા માટેની પ્રાર્થના માટે અંબાજી પહોંચ્યા હતા. મા અંબેના દર્શાનાર્થે અંબાજી મંદિર (Shaktipeeth Ambaji) પહોંચ્યા હતા. જ્યાં પુજારીઓ એ કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા. એટલું જ નહીં આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (assembly elections 2021) આવી રહી છે. ગુજરાતની પ્રજા (people of Gujarat) મહત્વની ભૂમિકા ભજવશે અને આવનાર ભવિષ્ય નક્કી કરશે. સાથે જ ગુજરાતમાં પ્રજા ચોક્કસ પાને નવું પરિવર્તન લાવશે તેમ તેમણે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details