ગુજરાત

gujarat

ઈકબાલગઢ નજીક યુવક પર રીંછ કર્યો હુમલો

By

Published : Jan 17, 2021, 4:28 PM IST

બનાસકાંઠા જિલ્લામાં અનેક વખત રીંછ અને દીપડા દ્વારા લોકો પર હુમલાઓ કરવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક વધુ બનાવ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક બન્યો હતો. જ્યાં યુવક પર રીંછે હુમલો કર્યો હતો. જેથી યુવકને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

ઈકબાલગઢ નજીક યુવક પર રીંછ કર્યો હુમલો
ઈકબાલગઢ નજીક યુવક પર રીંછ કર્યો હુમલો

  • ઈકબાલગઢ નજીક ઘાટા ગામની ઘટના
  • રીંછે યુકપર હુમલો કર્યો હતો
  • ઘાયલ યુવકને પાલનપુર સિવિલમાં ખસેડાયો

બનાસકાંઠાઃ જિલ્લામાં અનેક વખત રીંછ અને દીપડા દ્વારા લોકો પર હુમલાઓ કરવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક વધુ બનાવ અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ નજીક બન્યો હતો. જ્યાં યુવક પર રીંછે હુમલો કર્યો હતો. જેથી યુવકને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

ઈકબાલગઢ નજીક યુવક પર રીંછ કર્યો હુમલો

રીંછે કર્યો હુમલો કર્યો

સમગ્ર ઘટનાની વિગતો જોઈએતો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક ઘાટા ગામે ભોજાભાઈ ભીરાભાઈ ધોરણા દરરોજની જેમ આજેપણ જંગલમાં બકરાં ચરાવવા ગયાં હતાં. જ્યાં અચાનક આવી ચડેલાં રીંછે ભોજાભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં તેઓને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતાં પ્રથમ અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ ખસેડાયા હતા, ત્યારબાદ તબિયત વધુ લથડતાં તેમને પાલનપુર સિવિલમાં ખસેડાયા હતાં.

ઈકબાલ નજીક આવેલું છે જેસોર રીંછ અભ્યારણ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ગુજરાતની જાણીતું જેસોર રીંછ અભ્યારણ આવેલું છે. ત્યારે કેટલીક વખત રીંછ અને દીપડા જેવા જાનવરો ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે, તો કેટલીક વખત જંગલ વિસ્તારોમાં માનવીઓ પહોંચી જતાં આવા જનાવરોને ખલેલ પહોંચતા તેઓ માનવીઓ પર હિંસક હુમલો કરી બેસતાં હોય છે. તેથી બનાસકાંઠામાં રીંછ અને દીપડાના હુમલામાં અનેકવાર બનાસવાસીઓ ઘાયલ થતાં હોય છે.

ABOUT THE AUTHOR

...view details