ગુજરાત

gujarat

30મા વર્ષે પણ સમાજની અવગણના થશે તો કૉંગ્રેસે કરવો પડશે હારનો સામનો, ઠાકોર સમાજની ચિમકી

By

Published : Nov 2, 2022, 3:40 PM IST

ગુજરાત કૉંગ્રેસની પરિવર્તન યાત્રા મોડી સાંજે ડીસા પહોંચી હતી. અહીં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ યાત્રાનું સ્વાગત (Congress Parivartan Sankalp Yatra) કર્યું હતું. સાથે જ ઠાકોર સમાજને જ ટિકીટ આપવાની સ્પષ્ટ માગ કરી હતી. તેમ જ જો આમ નહીં કરવામાં આવે તો કૉંગ્રેસે હારનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

30મા વર્ષે પણ સમાજની અવગણના થશે તો કૉંગ્રેસે કરવો પડશે હારનો સામનો, ઠાકોર સમાજની ચિમકી
30મા વર્ષે પણ સમાજની અવગણના થશે તો કૉંગ્રેસે કરવો પડશે હારનો સામનો, ઠાકોર સમાજની ચિમકી

બનાસકાંઠાગુજરાત વિધાનસભાની ચૂંટણી (Congress Leader Bharatsinh Solanki) પહેલા ટિકીટ લેવા માટે પડાપડી થઈ રહી છે. તેવામાં કૉંગ્રેસે હવે પરિવર્તન યાત્રા શરૂ (Congress Parivartan Sankalp Yatra) કરી છે. ત્યારે આ યાત્રા બનાસકાંઠાના ડીસા પહોંચી હતી, જ્યાં કાર્યકર્તાઓએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. સાથે જ જો ઠાકોર સમાજને ટિકીટ (Banaskantha Thakor Community demands for ticket) નહીં આપવામાં આવે તો કૉંગ્રેસે હારનો સામનો કરવો પડશે તેવી પણ ચિમકી સમાજે ઉચ્ચારી હતી.

જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી કાઉન્ટ ડાઉન શરૂ

જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી કાઉન્ટ ડાઉન શરૂગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. જિલ્લામાં પણ ભાજપ, કૉંગ્રેસ (Gujarat Congress News) અને આમ આદમીના પ્રચાર પ્રસાર (Gujarat Election Campaign) પણ વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ જોરથી ચાલી રહ્યો છે. જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસેથી કૉંગ્રેસે બાજી મારી હતી, પરંતુ આ વખતે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની 9 સીટોમાંથી ભાજપ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ અત્યારથી જ તમામ પ્રક્રિયાઓ શરૂ કરી છે.

ઉમેદવારો અંગે લોકોમાં ઉત્સાહ આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ બનાસકાંઠા જિલ્લામાં અત્યારથી જ ઉમેદવારને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ, તો અત્યાર સુધી યોજનારી ચૂંટણી માત્રને માત્ર ઉમેદવારોને જોઈને જ લોકો વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) મતદાન કરતા હતા, પરંતુ આ વખતે યોજનારી ચૂંટણીમાં હવે બનાસકાંઠા જિલ્લાના સમીકરણો બદલાયા છે. તેમ જ 9 વિધાનસભાની યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં દરેક સમાજ પોતાના સમાજમાં ધરાવતા વ્યક્તિને ટિકીટ આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

ઉમેદવારો અંગે લોકોમાં ઉત્સાહ

દરેક સમાજ કરી રહ્યું છે ટિકીટની માગણી ભાજપ હોય કે કૉંગ્રેસ કોઈ પણ પક્ષમાં જો સમાજના વ્યક્તિને ટિકીટ આપવામાં આવશે. તો જ ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) વિજય અપાવવા માટે અનેક સમાજ દ્વારા મહુડીમંડળમાં માગણીઓ પણ કરવામાં આવી છે. ત્યારે ડીસા વિધાનસભામાં પણ ચૂંટણીને લઈ હવે દરેક સમાજના લોકો ભાજપ અને કૉંગ્રેસમાંથી ટિકીટોની માગણીઓ કરી રહ્યા છે, જેને લઈ વિધાનસભાની ચૂંટણીના સમીકરણો બદલાઈ રહ્યા છે.

ઠાકોર સમાજ ટિકિટ માટે મેદાનમાંગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ કૉંગ્રેસે (Gujarat Congress News) રાજ્યભરમાં પરિવર્તન યાત્રા (Congress Parivartan Sankalp Yatra) શરૂ કરી છે. ત્યારે આજે પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ પરિવર્તન યાત્રાએ બનાસકાંઠામાં પરિભ્રમણ કર્યું હતું. આ યાત્રા મોડી સાંજે ડીસા આવી પહોંચતા ડીસાના રીજમેન્ટ રોડ પર ઠાકોર સમાજના અગ્રણીઓએ (Banaskantha Thakor Community demands for ticket) યાત્રાનું સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ ઠાકોર સમાજના અગ્રણીઓએ ભરતસિંહ સોલંકી સમક્ષ ડીસામાં ઠાકોર સમાજના ઉમેદવારને જ ટિકિટ આપવાની (Banaskantha Thakor Community demands for ticket) સ્પષ્ટ માગણી કરી હતી.

કૉંગ્રેસના આગેવાનોએ આપી દીધી ચિમકી સમાજના અગ્રણીઓ રજૂઆત કરી હતી કે, ડીસામાં છેલ્લા 30 વર્ષથી કૉંગ્રેસે ઠાકોર સમાજને ટિકિટ (Banaskantha Thakor Community demands for ticket) આપી નથી. ડીસામાં 60,000થી વધુ મતદારો ધરાવતો ઠાકોર સમાજ હોવા છતાં પાર્ટીએ ડીસામાં સતત ઠાકોર સમાજની અવગણના કરી છે, પરંતુ જો આ વખતે પાર્ટી ઠાકોર સમાજને ટિકીટ નહીં આપે તો ઠાકોર સમાજ પાર્ટીથી વિમુખ થશે અને પાર્ટીએ તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી પણ ચીમકી ઠાકોર સમાજના (Banaskantha Thakor Community demands for ticket) અગ્રણી ભવાનજી ચંડીસરાએ કૉંગ્રેસના નેતાઓ સમક્ષ ઉચ્ચારી હતી. તેને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘાડિયાએ પણ સમર્થન આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details