ગુજરાત

gujarat

Banaskantha News : થરાદ નર્મદા મુખ્ય કેનાલની ફેઝ 1ની સફાઈ થઇ પૂરી, પાણી વહેતું થયું

By

Published : May 17, 2023, 3:49 PM IST

થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ફેઝ 1નું રીપેરીંગ કામ પૂર્ણ થતું જોવા મળી રહ્યું છે. ફેઝ 1નું 7 કિલોમીટરનું કામ 15 દિવસના ટૂંકા સમયગાળામાં આધુનિક ટેકનોલોજીથી ઝડપથી પૂર્ણ કરવામાં આવતાં કેનાલમાં ફરી પાણી વહેતું થયું છે.

Banaskantha News : થરાદ નર્મદા મુખ્ય કેનાલની ફેઝ 1ની સફાઈ થઇ પૂરી, પાણી વહેતું થયું
Banaskantha News : થરાદ નર્મદા મુખ્ય કેનાલની ફેઝ 1ની સફાઈ થઇ પૂરી, પાણી વહેતું થયું

બનાસકાંઠા : બનાસકાંઠાના સરહદી વિસ્તાર માટે જીવાદોરી સમાન નર્મદાની થરાદથી પસાર થતી મુખ્ય કેનાલના સાફસફાઈ અને સીપેજની સમસ્યા સમાપ્ત કરવા આધુનિક ટેકનોલોજી થકી કેનાલ સફાઈ તેમજ રીપેરીંગ કામગીરી શરુ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આ સમસ્યાનો નિવેડો લાવવા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે કેનાલ સફાઈ અને રીપેરીંગ કામ મંજૂર કરાવવામાં આવ્યું હતું. એે પૈકીનું ફેઝ 1નું 7 કિલોમીટરનું રીપેરિંગ કામ માત્ર 15 દિવસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

કેનાલમાં ફરી પાણી વહેતું થયું : નેનોસીલ હાઇડ્રોલીક લીક્વીડ મટીરીયલ જેવી નેનો ટેકનોલોજીના આધારે નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી સીપેજની સમસ્યા દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. ત્યારે 7 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની થરાદ મુખ્ય કેનાલમાં સીપેજ અને કેનાલ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થતા કેનાલમાં ફરી પાણી વહેતું થયું છે. નર્મદાની થરાદ મુખ્ય કેનાલમાં રીપેરીંગ બાદ પાણી વહેતાં થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

નર્મદા કેનાલની સફાઈ તેમજ ટેકનોલોજીના માધ્યમથી થતા રીપેરીંગ કામ માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખાસ આભાર માનું છે કે તેમણે સરહદી વિસ્તારના ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે આ કામને મંજૂરી આપી. ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જેટલી આધુનિક ટેકનોલોજી છે તેટલી જ ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને ફરી પીવા તેમજ સિંચાઈ માટે પાણી મળી રહે તે મારી પ્રાથમિકતા હતી. આજે મને ખુશી છે કે બહુ ટૂંકા સમયગાળામાં આ કામગીરી નર્મદા નિગમના અધિકારીઓએ દિવસરાત્રે મહેનત કરી પૂર્ણ કરી છે. જે બદલ હું નર્મદા નિગમના અધિકારી-કર્મચારીઓને પણ બિરદાવું છે. શંકર ચૌધરી, (વિધાનસભા અધ્યક્ષ)

નર્મદા નિગમના અધિકારીઓને સૂચના : થરાદ નર્મદા કેનાલની સફાઈ અને સીપેજ દૂર કરવા માટે મુખ્ય કેનાલમાં પાણી બંધ કરવું આવશ્યક હતું. ત્યારે ઉનાળાની ગરમી વચ્ચેે પાણીની સમસ્યા ન સર્જાય તે પણ જોવાનું હતું. જેને લઇને તકેદારી સાથે નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરી કેનાલમાં પાણીનો પુરવઠો ફરી શરૂ થાય તેવી રીતે ઝડપથી કામ કરવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નર્મદા નિગમના અધિકારીઓને સૂચન કર્યું હતું. સાથે ડ કામગીરી ઝડપી અને ગુણવત્તાસભર થાય તે માટે તેમણે મુલાકાતો લઇ સતત કામગીરી સ્થળે દેખરેખ રાખી હતી.

ઝડપથી કામ પૂર્ણ કરાવવા દેખરેખ

યુદ્ધના ધોરણે સફાઇ : ઝડપી કામકાજની સૂચનાને લઇને નર્મદા નિગમના સચિવ વિવેક કાપડિયા તેમજ મુખ્ય ઈજનેર આર.કે. જહાં દ્વારા તેમની ટીમ સાથે યુદ્ધના ધોરણે રાતદિવસ આ કામગીરી કરવામાં આવી હતી. જેથા પરિણામે જાદલા, નાગલા, ડોડગામ અને ખાનપુરના ગામ પાસેની પસાર થતી નર્મદા કેનાલની ફેઝ-1ની સફાઈ અને રીપેરીંગ ઝડપથી પૂર્ણ થઇ શક્યું હતું.

કામગીરીમાં વપરાયેલી સાધનસામગ્રી : ફેઝ 1 રીપેરીંગ કામગીરીમાં 5HPથી લઈને 100HP સુધીના 60 પંપ, 8 લોંગ બુમ મશીન, 15 હિટાચી, 8 JCB મશીન, 30, લોડર, 3 ક્રેન, 15 એર બ્લોઅર, 15 વોટર પ્રેશર જેટ, 50 મટીરીયલ સ્પ્રે પ્રેશર, 150 કુશળ કામદાર અને 810 લેબર મળી 7 કિલોમીટર લાંબી કેનાલની સફાઈ તેમજ સીપેજ સમસ્યાના નિકાલ માટેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

  1. Banaskantha News : બનાસ નદી અને સીપુ નદી પર બંધની માગણી, સાથે ચીમકી પણ આપતાં ખેડૂતો
  2. Water Crisis : પીવાનું પાણી મેળવવાની રઝળપાટના દ્રશ્યો હલબલાવે એવા, દર વર્ષની સમસ્યા છતાં બનાસકાંઠા જિલ્લા તંત્ર નઘરોળ કેમ?
  3. Banaskantha News: પાલનપુર માનસરોવરને પર્યટક સ્થળ બનાવવાની તૈયારી, 6 કરોડથી વધુનું પેકેજ ફાળવાયું

ABOUT THE AUTHOR

...view details