ગુજરાત

gujarat

બનાસકાંઠાની ગૌરવ સમાન કાંકરેજી ગાયના દૂધ પ્રત્યે ઉદાસીન વલણ

By

Published : Jan 20, 2021, 10:00 AM IST

બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પશુપાલન એકમાત્ર મુખ્ય વ્યવસાય છે.જિલ્લાના પશુપાલકોની પ્રગતિમાં બનાસ ડેરીનો સિંહફાળો છે.પરંતુ ડેરી અન્ય દુધાળા પશુઓના દૂધના જે ભાવ આપે છે. તેનાથી ઘણો ઓછો ભાવ કાંકરેજી ગાયના દૂધનો મળતો હોવાથી પશુપાલકો આ ગાયનું ખૂબ ઓછું દૂધ ભરાવે છે.કાંકરેજી ગાય જિલ્લાના ગૌરવ સમાન હોવા છતાં તેના પ્રત્યે ઉદાસીન વલણ રાખવામાં આવી રહ્યો હોવાનું જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોનો પણ મત છે.

બનાસકાંઠાની ગૌરવ સમાન કાંકરેજી ગાય
બનાસકાંઠાની ગૌરવ સમાન કાંકરેજી ગાય

  • ચાર વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીએ ડીસા ખાતેથી કાંકરેજી દૂધની પ્રોડક્ટ લોન્ચ કરી
  • બનાસડેરી દ્વારા કાંકરેજી ગાયના દૂધના ઓછા ભાવ અપાય
  • બનાસ ડેરીમાં રોજના 85 લાખ લીટર દૂધની આવક સામે કાંકરેજી ગાયનું દૂધ માત્ર 4500 લીટર
  • પશુપાલકો કાંકરેજી ગાયનું દૂધ ડેરીમાં ભરાવવા ઉદાસીન

બનાસકાંઠા : જિલ્લામાં દેશી કાંકરેજી ગાયની ઓલાદો જોવા મળે છે.આ ગાય બનાસકાંઠા જિલ્લાની આગવી ઓળખ સમાન છે.જેના દૂધમાં એ-2 કક્ષાનું પ્રોટીન હોવાથી તે ડાયાબીટીસ અને હાઈપર બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગો મટાડવા માટે અકસીર ઈલાજ સમાન છે.ચાર વર્ષ પહેલાં ડીસા ખાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાંકરેજ દૂધની પ્રોડક્ટ લોન્ચ કરી હતી,પરંતુ ઉત્તમ કક્ષાના આ દૂધની બનાસ ડેરી દ્વારા ઓછી કિંમત ચૂકવાતી હોવાથી પશુપાલકો દૂધ ડેરીમાં ભરાવવામાં બદલે પોતાના ઉપયોગ માટે જ રાખે છે.

કાંકરેજી ગાયોના સંવર્ધન તેમજ દૂધના પૂરતા ભાવ આપવાની જરૂરિયાત

જિલ્લાના માત્ર કાંકરેજ,દિયોદર,વાવ તેમજ રાધનપુરના કેટલાક પશુપાલકો જ કાંકરેજી ગાયની દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે.બનાસડેરીમાં દરરોજનું 85 લાખ લીટર દુધ આવે છે,પરંતુ કાંકરેજી ગાયનું દૂધ દરરોજનું માત્ર 4500 લીટર જ આવતું હોવા છતાં આવા દૂધની આવક વધે તે માટે બનાસ ડેરી કે સરકાર તરફથી કોઈ ખાસ કદમ ઉઠાવાતાં નથી.જો ડેરી દ્વારા કાંકરેજી ગાયોની સારી ઓલાદોના સંવર્ધન અને દૂધના વધુ ભાવ આપવા તરફ ધ્યાન આપવામાં આવે તો કાંકરેજી ગાયનું દૂધ જિલ્લાની આરોગ્યની સમસ્યા પણ મહદઅંશે હલ કરી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details