ગુજરાત

gujarat

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વિવાદિત પત્રિકા અંગે આરોપીના જામીન મંજૂર

By

Published : Mar 6, 2021, 7:01 PM IST

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન એક પત્રિકા ખૂબ જ વાયરલ થઈ હતી, જેના કારણે ભારે વિવાદ થયો હતો. આ પત્રિકામાં લખવામાં આવ્યું હતું કે 'મારો મત ફક્ત બ્રાહ્મણ ઉમેદવારને જ, પક્ષની કોઈ વાત નહીં, બ્રાહ્મણ સિવાય મત નહીં'. આવી રીતે માત્ર બ્રહ્મ સમાજના ઉમેદવારને મત આપવાની અપીલ કરતી પત્રિકાનું ઠેર ઠેર વિતરણ થયું હતું. જોકે આ પત્રિકા મામલે ભાજપે પશ્ચિમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ધારાસભ્યના ભાઈની અટકાયત કરી હતી, પરંત જામીન મળતા પોલીસે તેને મુક્ત કર્યો છે.

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી
પાલનપુર નગરપાલિકાની ચૂંટણી

  • પાલનપુરમાં ધારાસભ્યના ભાઈએ વિવાદિત પત્રિકાનું કર્યું હતું વિતરણ
  • પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા પત્રિકાનું કર્યું હતું વિતરણ
  • પત્રિકામાં માત્ર બ્રાહ્મણ ઉમેદવારને મત આપવાની હતી અપીલ

બનાસકાંઠાઃ ભારતનું બંધારણ તમામ નાગરિકને એક નજરે જોતા શિખવાડે છે. ત્યારે કેટલાક લોકો હજી પણ નાત જાતના ભેદભાવ રાખી લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે. આવી જ રીતે બનાસકાંઠાના પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અંગે પ્રચાર માટે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના ભાઈ ડો. કે. સી. પટેલે એક પત્રિકા છપાવી હતી. આ પત્રિકામાં માત્ર બ્રાહ્મણ ઉમેદવારને જ મત આપવાની અપીલ કરવામાં આવી હતી. જોકે, ભાજપે આ પત્રિકા વહેંચનારા કે. સી. પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી.

પત્રિકામાં માત્ર બ્રાહ્મણ ઉમેદવારને મત આપવાની હતી અપીલ

આ પણ વાંચોઃસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EVMનો વધુ એક આક્ષેપ

ભાજપને હરાવવા કોંગ્રેસે આવા વિવાદિત પોસ્ટર છપાવ્યા હતાઃ બ્રહ્મ સમાજ

28 ફેબ્રુઆરીએ પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જોકે, તે પહેલાં જ સોશિયલ મીડિયા પર આ પત્રિકા ધૂમ વાયરલ થઈ ગઈ હતી. આ પત્રિકા ફરતા જ ભાજપે કોંગ્રેસ સામે આરોપ લગાવી શહેરના પશ્ચિમ પોલીસમથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે આરોપી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો ભાઈ નીકળ્યો. આ મામલે વકીલ અને બ્રહ્મ સમાજના અગ્રણી મનોજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સમાજને બદનામ કરી ભાજપને હરાવવા આ ષડયંત્ર કોંગ્રેસે રચ્યું હતું. આથી ધારાસભ્યના ભાઈની પોલીસે અટકાયત કરી જામીન પર મુક્ત કર્યા છે ત્યારે આ મામલે હજુ વધુ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ તેમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચોઃવિધાનસભામાં ચર્ચા દરમિયાન પક્ષ-વિપક્ષ આમને સામને

ABOUT THE AUTHOR

...view details