ગુજરાત

gujarat

Ambaji Temple : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતાં વિશ્વ હિન્દુ પરિષદ લાલઘૂમ, આવેદનપત્ર આપી ઉચ્ચારી ચીમકી

By

Published : Mar 7, 2023, 1:00 PM IST

Updated : Mar 7, 2023, 4:01 PM IST

અંબાજી મંદિરના પ્રસાદ મામલે વિશ્વ હિન્દુ પરિષદ આકરા પાણીએ જોવા મળ્યું છે. હિન્દુ પરિષદ પ્રાંતએ અંબાજી મંદિરને લઈને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત સરકારને પણ સરકારી નિયંત્રણોમાંથી હિન્દુ મંદિરોને તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી હતી. તેમજ માતાજીને ભોગ ન ચડવાથી લાલઘુમ પરિષદ જોવા મળ્યું હતું.

Ambaji Temple : અંબાજી મદીરને લઈને હિન્દુ પરિષદ લાલઘુમ, આવેદનપત્ર આપી ઉચ્ચારી ચીમકી
Ambaji Temple : અંબાજી મદીરને લઈને હિન્દુ પરિષદ લાલઘુમ, આવેદનપત્ર આપી ઉચ્ચારી ચીમકી

અંબાજી મદીરને લઈને હિન્દુ પરિષદ લાલઘુમ

અંબાજી : માં અંબાના ધામ અંબાજી શક્તિપીઠ ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણયને લઈને મુદ્દો દિવસેને દિવસે વધતો જાય છે. મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ કરવા માટે અનેક લોકો અને ભક્તો માંગ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ પણ મેદાને આવ્યું છે. હિન્દુ પરિષદ દ્વારા મોહનથાળનો પ્રસાદ જ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદે તંત્રને મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવા કલેકટર અને વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. જો મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં થાય તો આકરી ચિમકી પણ પરિષદે આપી છે.

આકરા પાણીએ પરિષદ : પ્રાંત સંયોજક વિશ્વ હિન્દુ પરિષદ દક્ષેશ મહેતાએ જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંત તરફથી કલેકટર, વહીવટદાર અને તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વારંવાર આટલો વિવાદ થયા પછી પણ આ તંત્રના પેટનું પાણી હલતું નથી. તે કોની રાહ જોવે છે, કોના ઇશારે આ કામ થઈ રહ્યું છે, કોનો ઇશારો આ બંધ કરવા પાછળ થઈ રહ્યો છે. અમારી લાગણી છે આ નિર્ણય બંધ થવો જ છે અને કરવો જ પડશે એનો છુટકો નથી, પરંતુ આ તાત્કાલિક ધોરણે ચેતી જાય અને માની લે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ હિત રક્ષક સમિતિ ગ્રામજનો અને આ હિન્દુ સમાજ એની આ લાગણી જોઈ અને હવે તાત્કાલિક નિર્ણય જાહેર કરે આટલા દિવસ સુધી મૌન સેવી રહ્યા છે. તેની સામે આજે વિશ્વ હિન્દુ પરિષદ લાલ આંખ કરી છે.

આ પણ વાંચો :Ambaji Temple Prasad Issue: મહાપ્રસાદ મોહનથાળનો મહાવિવાદ વકર્યો, કરણીસેનાના અધ્યક્ષે કરી ફરી મોહનથાળ શરૂ કરવાની માંગ

સરકાર પાસે કરી ગંભીર માંગણી : આવતીકાલે છેલ્લો દિવસ છે, પરંતુ દિવસે તંત્રને પણ જો અહીંયા બેસવું ભારે પડે તો એની સંપૂર્ણ જવાબદારી કલેકટર અને પોલીસ અધિકારી રહે છે. એવી અમારી અહીંયા ગંભીર ચેતવણી છે. આજે આ તંત્રને માત્ર અને માત્ર વહીવટ કરવાનો, વ્યવસ્થા જોવાનું અધિકાર છે. નહીં કે, આવા તકલાદી નિર્ણય લેવાનો. આ પ્રકારના નિર્ણયો હિંદુ સમાજ અને પૂજ્ય સંતો લઈ શકે, હિંદુ સમાજ અને સંતોને પૂછ્યા વગર નિર્ણય લીધો છે તે અયોગ્ય છે. તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જ પડશે. તાત્કાલિક ધોરણે તેની જાહેરાત કરો, એવી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે. સરકારને અમારી લાગણી છે અમારી માંગણી છે કે, આ સરકારી નિયંત્રણમાંથી હિન્દુ મંદિરોને તાત્કાલિક દૂર કરો. આવી પણ અમારી ગંભીર માંગણી છે અને તેનો તાત્કાલિક અમલ કરો.

આ પણ વાંચો :Budget Session: અંબાજી પ્રસાદનો મુદ્દો વિધાનસભા પહોંચ્યો, કૉંગ્રેસે કહ્યું ચિકીનો પ્રસાદ યોગ્ય નથી

માતાજીને ભોગ નથી ચડાવ્યો : આજે માતાજીને ભોગ નથી લગાવ્યો તે ગંભીર વાત છે. આ જગતજનની, આ રાજ રાજેશ્વરી પરમ અંબા જે છે જેનું હૃદય સ્થિત છે. એનો ભોગ નથી લગાવી શક્યા એનું મોહનથાળનો રાજભોગ નથી લગાવી શક્યા. આ બહુ ગંભીર વાત છે તે અહીંયા તમને પરચો આપશે. હિન્દુ સમાજ તમને પરચો આપવા તૈયાર છે. આ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને અમારી ચેતવણી આવતીકાલની છે. આ તાત્કાલિક ધોરણે બંધ થાય. માંગણી અને લાગણી નહીં સ્વીકારવામાં આવે તો એકદમ આકરા પગલા લેવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને આખી દુનિયા ઓળખે છે. માત્ર હિન્દુ સંગઠન છે તેને દુનિયા ઓળખે છે કે કેવા પગલાં લેશે. એ શું હિન્દુ સમાજ સાથે મશ્કરી કરી રહ્યા છે. હિન્દુ સમાજ સાથે આ તંત્ર શક્તિપીઠની સાથે મશ્કરી કરી રહ્યા છે.

Last Updated :Mar 7, 2023, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details