ગુજરાત

gujarat

દિયોદર પાસે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ભાઈ-બહેનનું થયું મોત

By

Published : Apr 27, 2021, 1:41 PM IST

કોરોના મહામારી વચ્ચે 27 એપ્રિલે બનાસકાંઠાના દિયોદર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ઝાડ સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ભાઈ-બહેનના ઘટના સ્થળે મોત થયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.

કાર ઝાડ સાથે ટકરાતા સર્જાયો હતો અકસ્માત
કાર ઝાડ સાથે ટકરાતા સર્જાયો હતો અકસ્માત

  • બનાસકાંઠાના દિયોદર નજીક સર્જાયો અકસ્માત
  • કાર અકસ્માતમાં ભાઈ-બહેનનાં થયા મોત
  • કાર ઝાડ સાથે ટકરાતા સર્જાયો હતો અકસ્માત
  • ભાઈ-બહેનના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો

બનાસકાંઠા:જિલ્લાના દિયોદર તાલુકાના વડાણા ગામ પાસે મંગળવારે એક કાર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા હોવાની ઘટના બની છે. જેમાં ડીસામાં રહેતા સુધીર જયંતીભાઈ પુજારા અને અમદાવાદમાં રહેતી તેમની બહેન અનિતાબેન જેન્તીભાઈ પૂજારા ભાભરથી ડીસા તરફ આવી રહ્યા હતા. તે સમયે દિયોદર તાલુકાના વડાણા ગામ પાસે કાલચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો: વિસનગર વિજાપુર હાઇવે પર પોલીસની ગાડીએ સર્જ્યો અકસ્માત

સમાજમાં શોકનો માહોલ છવાયો

અકસ્માતમાં કારમાં બેઠેલા બન્ને ભાઈ-બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ પણ આવી પહોંચી હતી અને બન્નેની મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પુજારા પરિવારમાં એક જ ઘટનામાં બન્ને ભાઈ-બહેનના મોત થતાં સમાજમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો: મહેસાણાના નાનીવાડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, કાકા- ભત્રીજાનું મોત

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતમાં અનેકનાં મોત

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી મોટા વાહનોના ડ્રાઇવિંગના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે. વારંવાર થતા અકસ્માતોના કારણે હાલમાં લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે.

અકસ્માતોના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા

એક તરફ કોરોના વાઈરસની મહામારીમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે, તો બીજી તરફ વારંવાર સર્જાતા અકસ્માતોના કારણે પણ અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં અનેક લોકોના અકસ્માત થયા છે. વારંવાર સર્જાતા અકસ્માતનોને અટકાવવા માટે પોલીસ દ્વારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ અકસ્માત અટકી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details