ગુજરાત

gujarat

પાલનપુરમાં ACBની સફળ ટ્રેપ : સમાજ કલ્યાણ વિભાગનો નિરીક્ષક પંકજ પટેલ ઝડપાયો

By

Published : Apr 21, 2021, 10:15 AM IST

Updated : Apr 21, 2021, 1:37 PM IST

બનાસકાંઠામાં સમાજ કલ્યાણ વિભાગનો નિરીક્ષક લાંચ લેતા ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. અરજદાર પાસેથી પંડિત દીનદયાળ આવાસ યોજનાના ફોર્મ મંજૂર કરવાના 2.20 લાખ રૂપિયાની લાંચ લેતા નિરીક્ષકને ACBની ટીમે છટકું ગોઠવી રંગેહાથ પકડી પાડ્યો છે જેમાં બે અધિકારીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

palnpure
પાલનપુરમાંACBની સફળ ટ્રેપ : સમાજ કલ્યાણ વિભાગનો નિરીક્ષક પંકજ પટેલ ઝડપાયો

  • પાલનપુરમાં ACB ટ્રેપમાં સમાજ કલ્યાણ નિરીક્ષક ઝડપાયો
  • સમાજ કલ્યાણના નિરીક્ષકે ફોર્મ ચકાસણી માટે 2.20 લાખ માગ્યા હતા
  • અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ

બનાસકાંઠા: જિલ્લામાં સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. અરજદાર પાસેથી પંડિત દીનદયાળ આવાસ યોજનાના ફોર્મ મંજૂર કરવાના 2.20 લાખ રૂપિયાની લાંચ લેતા નિરીક્ષકને ACBની ટીમે છટકું ગોઠવી રંગેહાથ પકડી પાડયા છે જેમાં બે અધિકારીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુરમાં ACBટ્રેપમાં સમાજ કલ્યાણ નિરીક્ષક ઝડપાયો

પાલનપુરમાં સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. ગ્રામીણ વિસ્તારોમાં પંડિત દીન દયાળ આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત અરજદારે આ સહાયના ફોર્મ મંજૂર કરવા માટે સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક પંકજ પટેલ અને હરેશ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. જેમને અરજદાર પાસેથી તેમના તથા તેમના સગાસબંધીઓના ફોર્મ દીઠ 8 હજાર રૂપિયાની લાંચ માંગી હતી જેથી અરજદારે પાલનપુર ACB વિભાગનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું. જે મુજબ પાલનપુરમાં આકેસણ ચોકડી પાસે અરજદાર 30 ફોર્મ મંજૂર કરવા માટે 2.20 લાખ રૂપિયાની લાંચ લેતા નિરીક્ષક પંકજ પટેલ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે અન્ય નિરીક્ષણ રહીશ ચૌધરી મળી આવ્યો ન હતો. ACBની ટીમે આ લાંચિયા નિરીક્ષણ ને ઝડપી બે સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે .
આ પણ વાંચો : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 22 વાહનની ચોરી કરનાર ઇસમની કરી ધરપકડ


બનાસકાંઠામાં ગુનાહિત પ્રવૃતિમાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે સરકારી અધિકારીઓ પર ગુનાઓ કરતા નજરે પડી રહ્યા છે બનાસકાંઠા જિલ્લોએ ખેતી આધારિત જિલ્લો માનવામાં આવે છે. દર વર્ષે ખેડૂતો પોતાના ખેતરમાં સારી આવકની આશા વાવેતર કરતો હોય છે પરંતુ કેટલીક વાર કુદરતી આફતોના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. સરકાર દ્વારા દર સહાય પેકેજ જાહેર કરવામાં આવતું હોય છે પરંતુ કેટલીક વાર પૈસા કમાવાની લાલચમાં સરકારી અધિકારીઓ આવા ખેડૂતોના ફોર્મ ભરી પૈસા પાસ કરાવવા માટે લાંચ માગતા હોય છે. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર ACB પોલીસ દ્વારા લાંચ માંગતા ઝડપાયા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અનેક સરકારી અધિકારીઓ ACB પોલીસના હાથે લાંચ લેતા ઝડપાયા છે.

Last Updated : Apr 21, 2021, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details