ગુજરાત

gujarat

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અચાનક ત્રાટક્યું વાવાઝોડું

By

Published : Jun 5, 2021, 12:52 PM IST

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રાત્રે અચાનક વાવાઝોડું તેમજ વરસાદ આવતા વાવ, થરાદ, સુઇગામ તાલુકાના ખેડૂતોને બાજરીના પાકમાં ભારે નુકસાન થયું છે. સરહદી ગામડાઓમાં અનેક જગ્યાએ પતરા ઉડ્યા તેમજ કેટલાય વૃક્ષો ધરાશાયી થયા છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અચાનક ત્રાટક્યું વાવાઝોડું
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અચાનક ત્રાટક્યું વાવાઝોડું

  • બનાસકાંઠા સરહદી વિસ્તારમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ
  • અચાનક વરસાદ સાથે વાવાઝોડાથી બાજરીના પાકને નુકસાન
  • વાવના ચોથાનેસડા ગામે તેમજ સરહદી પંથકના ગામોમાં પતરા ઉડ્યા

બનાસકાંઠાઃ સરહદી વિસ્તારમાં તૌકતે બાદ ફરી ઉનાળુ પાકને નુકસાન થયું. રાત્રિના સમયમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોએ લલણી કરેલો પાક પલળી ગયો. સરહદી વિસ્તારના વાવ, થરાદ, સુઇગામ તાલુકાના ગામડાઓમાં ઉભી બાજરીના પાક જમીનદોસ્ત થઈ ગયા. અનેક જગ્યાએ પશુપાલકોના છાપરાના પતરાં ઉડ્યા હતા.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અચાનક ત્રાટક્યું વાવાઝોડું

આ પણ વાંચોઃલાખણી અને દિયોદર પંથકમાં વાવાઝોડાના કારણે ખેડૂતોને થયું નુકસાન

ખેડૂતોને રાત્રે પડેલા વરસાદે પારાવાર નુકસાન કર્યું છે

મહામૂલા પાકને લણણીના સમયે વરસાદ આવતા મોમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ ઉભી થઇ. ઉનાળામાં ઘાસચારાની તંગી સર્જાતા બનાસકાંઠામાં ભારે પવનના કારણે ઘાસચારો વેરવિખેર થઈ ગયો. ખેડૂતોને રાત્રે પડેલા વરસાદે પારાવાર નુકસાન કર્યું છે. ખેડૂતોની માંગણી છે, સરકાર કોઈ સહાય આપે તો જીવનધોરણ સુધરી શકે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અચાનક ત્રાટક્યું વાવાઝોડું

અચાનક વરસાદ સાથે વાવાઝોડાથી બાજરીના પાકને નુકસાન

અચાનક આવેલા વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા. પશુપાલકો રાત્રિના સમયમાં વીજળી ગુલ થતા પશુ પરના પતરાં ઉડ્યા હતા. જો કે, પતરા ઉડીને ખેતર બાજુ પડતા પશુઓને નુકસાન નથી થયું. પરંતુ જો પતરાઓ પશુઓ પર પડ્યા હોત તો ખેડૂતોને પારાવાર નુકસાનનો સામનો કરવો પડ્યો હોત.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અચાનક ત્રાટક્યું વાવાઝોડું

વાવના ચોથાનેસડા ગામે તેમજ સરહદી પંથકના ગામોમાં પતરા ઉડ્યા

વાવના ચોથાનેસડા ગામમાં રહેતા ઠાકોર જોગાભાઈના મકાનના પતરા ઉડી ગયા હતા તેમજ કેટલાય પતરા તૂટી પણ ગયા હતા. જયારે અણધારી આવેલી આફ્તમાં હજારો રૂપિયાનું નુકસાન થયું છે. સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. જયારે બીજી બાજુ વાવ તાલુકાના ગંભીરપુરા ગામના સુથાર લક્ષ્મણભાઈ રૂપશીભાઈના ખેતરની અંદર વૃક્ષ નીચે બાંધેલી ભેંસ પર વાવાઝોડાના કારણે વૃક્ષ ધરાશાયી થતાં ઘટનાસ્થળે ભેસનુ મોત થયું હતું.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અચાનક ત્રાટક્યું વાવાઝોડું

આ પણ વાંચોઃગીર-સોમનાથમાં વીજ પૂન: સ્થાપિતની કામગીરી ચાલી રહી છે પૂર જોશમાં

સરહદી પંથકમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતું

જો કે, આ બાબતે જવાબદાર તંત્રને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા પંચનામું કરી અને ભેંસનું પોસ્ટમોર્ટમ કરીને ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના અહેવાલો જાણવા મળ્યા હતા. જો કે, વાવ તાલુકાના ગામડાઓમાં વાવાઝોડાના કારણે કુંભારડી ગામમાં પણ મોટા-મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. સરહદી પંથકમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details