ગુજરાત

gujarat

ચુવા ઉચપા માઇનોર કેનાલમાં પડ્યું પાંચ ફૂટનું ગાબડું

By

Published : Jun 3, 2021, 12:24 PM IST

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા કરોડો અબજો રૂપિયાનો ખર્ચો કરી નર્મદા નહેર બનાવવામાં આવી છે. નર્મદા નહેર દ્વારા સરહદી વિસ્તારના ખેડૂતો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરે છે, જ્યારે ચુવા ગામની સીમમાંથી પસાર થતી ચુવા ઉચપા માઇનોર કેનાલ એક જ વર્ષમાં દસ કરતાં વધુ ગાબડા પડતા ખેડૂતની હાલત કફોડી બની જવા પામી છે.

ચુવા ઉચપા માઇનોર કેનાલમાં પડ્યું પાંચ ફૂટનું ગાબડું
ચુવા ઉચપા માઇનોર કેનાલમાં પડ્યું પાંચ ફૂટનું ગાબડું

  • સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત
  • ચુવા ઉચપા માઇનોર કેનાલમાં પડ્યુ પાંચ ફૂટનું ગાબડું
  • એક જ કેનાલમાં એક વર્ષમાં દસ વાર પડ્યા ગામડા

બનાસકાંઠાઃજિલ્લાના સરહદી વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા નહેર બનાવવામાં આવી છે. જોકે સરહદી વિસ્તારમાં કોઈ એવી કેનાલ નહીં હોય જે પડ્યું ના હોય, જોકે ગાબડું પડતાં ખેડૂતોનો તૈયાર કરેલ પાક નષ્ટ થઈ જાય છે. ખેડૂતોની ચિંતામાં વધારો થાય છે.

ચુવા ઉચપા માઇનોર કેનાલમાં પડ્યું પાંચ ફૂટનું ગાબડું

આ પણ વાંચોઃબનાસકાંઠામાં વારંવાર કેનાલમાં ગાબડું પડતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની આશંકા

ચુવા ઉચપા માઇનોર કેનાલમાં પડ્યુ પાંચ ફૂટનું ગાબડું

સરહદી વાવ તાલુકાના ચુવા ગામની સીમમાંથી પસાર થતી ચુવા ઉચપા માઇનોર કેનાલમાં પાંચ ફૂટનું ગાબડું પડ્યું હતું. જોકે ગાબડું પડતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. ગાબડું પડતાં જીવરાજ ગલચરના ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાતા ઉનાળુ બાજરીનો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જ્યારે રસ્તામાં પણ પાણી ફરી વળ્યું હતું.

ચુવા ઉચપા માઇનોર કેનાલમાં પડ્યું પાંચ ફૂટનું ગાબડું

આ પણ વાંચોઃડભોઈની અંગૂઠણ નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું, કેનાલની બિસ્માર હાલતથી ખેડૂતોને હાલાકી

જવાબદાર તંત્રને કરી અનેક વખત રજૂઆત

જોકે ખેડૂતે જણાવ્યા મુજબ નર્મદા વિભાગના અધિકારીઓને છેલ્લા એક વરસથી કેટલીય વાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં એક જ વર્ષમાં દસ કરતાં વધુ વખત ગાબડા પડ્યા છે. કેનાલના જવાબદાર અધિકારીને અનેકવાર રજૂઆત કરી છે. છતાં કોઈ સાંભળતું નથી, કે નથી થતી કોઈ કાર્યવાહી જેથી કરીને આવનારું શિયાળુ સિઝનમાં કેનાલના તૂટે અને ખેડૂતોના ખેતરનું ધોવાણના થાય તેવું ખેડૂત હિત છે.

ABOUT THE AUTHOR

...view details