ગુજરાત

gujarat

અરવલ્લીમાં ઉલ્લાસભેર ઉત્તરાયણ પર્વની કરાઇ ઉજવણી

By

Published : Jan 14, 2021, 10:54 PM IST

અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પતંગ રસીયાઓ ખુબ મજા માણી હતી. ઉત્તરાયણ પર્વમાં દાનનો મહિમા અનેરો હોવાથી કેટલીક સેવાભાવી સંસ્થાઓએ ગાયને ઘાસચારો ખવડાવ્યો હતો. આ ઉપરાંત ઉંધીયું, જલેબી, લીલવાની કચોરીની લોકો જયાફત ઉડવી હતી.

અરવલ્લીમાં ઉત્તરાયણની ઉલ્લાસભર ઉજવણી કરાઇ
અરવલ્લીમાં ઉત્તરાયણની ઉલ્લાસભર ઉજવણી કરાઇ

  • અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી
  • પતંગ રસીયાઓ ખુબ મજા માણી
  • ઉત્તરાયણ પર્વમાં દાનનો મહિમા અનેરો

અરવલ્લીઃ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પતંગ રસીયાઓ ખુબ મજા માણી હતી. ઉત્તરાયણ પર્વમાં દાનનો મહિમા અનેરો હોવાથી કેટલીક સેવાભાવી સંસ્થાઓએ ગાયને ઘાસચારો ખવડાવ્યો હતો. આ ઉપરાંત ઉંધીયું, જલેબી, લીલવાની કચોરીની લોકો જયાફત ઉડવી હતી.

અરવલ્લીમાં ઉત્તરાયણની ઉલ્લાસભર ઉજવણી કરાઇ

રંગબેરંગી પતંગોથી આકાશ છવાયું

અરવલ્લી જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર આકાશ રંગ બે રંગી પતંગોથી છવાઈ ગયુ હતું અને કાપ્યો અને લપેટના ગગનભેદી અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

લોકોએ ઉંધિયું અને જલેબીની જ્યાફત માણી

અરવલ્લીના મોડાસામાં ઉંધિયું અને જલેબીના ઠેર-ઠેર ઉભા કરેલ સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળી હતી. તેલના ભાવમાં 25 ટકા વધવાને લઇને ગત વર્ષ કરતા આ વર્ષે ઉંધિંયુ અને જલેબીના ભાવમાં 30 ટકાનો ભાવ વધારો થયો હતો. ઉંધિંયુ 240 અને જલેબી 200 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા હતા. જ્યારે શુદ્વ ઘીની જલેબીનો ભાવ રૂપિયા 400 હતો.

ગાયોને ઘાસચારો ખવડાવી શ્રદ્ધાળુઓ ધન્ય થયા

તો બીજી બાજુ ઉતારાયણ નિમિતે સામાજીક સંસ્થાઓએ ગાયોનો ઘાસચારો ખવાડવી ધન્યાતા અનુભવી હતી. અરવલ્લી જિલ્લામાં કાર્યરત દ્વારકાધીશ સંસ્થા દ્વારા 500થી વધુ ગાયોને 1000 ઉપરાંત ઘાસ ખવાડાવયા હતા.

ABOUT THE AUTHOR

...view details