ગુજરાત

gujarat

અરવલ્લી જિલ્લા પોલીસભવન ખાતે કોરોના વોરિયરને શ્રદ્ધાંજલિ

By

Published : May 19, 2020, 5:46 PM IST

રાજ્યમાં કોરોના મહામારી સામે જંગમાં પોલીસકર્મીઓ કોરોના વોરિયર્સની ભૂમિકા જીવના જોખમે ખડેપગે નિભાવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનું કોરોનાથી મોત નિપજતા સમગ્ર રાજ્યના પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે.

Tribute to Corona Warrior at Aravalli District Police Bhavan
અરવલ્લી જિલ્લા પોલીસભવન ખાતે કોરોના વોરિયરને શ્રદ્ધાંજલિ

અરવલ્લીઃ રાજ્યમાં કોરોના મહામારી સામે જંગમાં પોલીસકર્મીઓ કોરોના વોરિયર્સની ભૂમિકા જીવના જોખમે ખડેપગે નિભાવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનું કોરોનાથી મોત નિપજતા સમગ્ર રાજ્યના પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. અરવલ્લી જિલ્લા પોલીસ અધ્યક્ષ મયુર પાટીલે જિલ્લા પોલીસભવન ખાતે અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

અરવલ્લી જિલ્લા પોલીસભવન ખાતે કોરોના વોરિયરને શ્રદ્ધાંજલિ
  • 2 મીનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીનો 16 તારીખે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન સોમવારે વહેલી સવારે તેમનું મોત નિપજતા ગુજરાતમાં પોલીસ કર્મચારીનું સૌપ્રથમ મોત કોરોનાથી થતા પોલીસતંત્રમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લા એસપી મયુર પાટીલે પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓ સાથે પોલીસભવન પરિસરમાં ૨ મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લા પોલીસભવન ખાતે કોરોના વોરિયરને શ્રદ્ધાંજલિ

ABOUT THE AUTHOR

...view details