ગુજરાત

gujarat

અરવલ્લી: મોડાસામાં તસ્કરોએ દુકાનમાંથી રૂ.3.10 લાખની ચોરી કરી

By

Published : Dec 7, 2020, 12:58 PM IST

અરવલ્લી જિલ્લાના મોડાસાના ડુંગરવાડા રોડ પર આવેલા રસુલ્લાહબાદ સોસાયટીની એક દુકાનમાં શનિવારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો મકાનની અંદર મુકેલા રૂ. 3.10 લાખ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

મોડાસા
મોડાસા

  • અરવલ્લી-મોડાસામાં તસ્કરોનો ત્રાસ
  • મોડાસામાં તસ્કરોએ દુકાનમાંથી રૂ.3.10 લાખની ચોરી કરી
    મોડાસામાં તસ્કરોએ દુકાનમાંથી રૂ.3.10 લાખની ચોરી કરી

અરવલ્લી: મોડાસાના ડુંગરવાડા રોડ પર આવેલી રસુલ્લાહબાદ હાઉસીંગ સોસાસટીમાં રહેતા ઇકબાલભાઇના મકાનમાં તસ્કરો શનિવારની રાત્રિએ ત્રાટક્યા હતા. તેઓ ચાર રૂમવાળા મકાનના એક રૂમમાં જનરલ સ્ટોર્સની દુકાન ચલાવે છે. ગત રોજ મોડાસામાં આવેલી સર્વોદય બેંકમાંથી તેઓ રૂ.3.10 લાખ રોકડ ઉપાડી લાવ્યા હતા. આ રકમ તેમને સોમવારે એક વેપારીને આપવાની હોવાથી તેમણે દુકાનના કબાટમાં મુકી હતી. જો કે વહેલી સવારે દુકાનનો નકુચો તુટેલો જોઇ ઇકબાલભાઇના હોશ ઉડી ગયા હતા. તેમણે દુકાનની અંદર તપાસ કરી ત્યારે ખબર પડી કે કબાટમાં મુકેલા રૂ. 3.10 લાખ રોકડની ચોરી થઇ ગઇ છે ત્યારે તેમના માથા પર જાણે આભ ફાટ્યું હતું.

મોડાસામાં તસ્કરોએ દુકાનમાંથી રૂ.3.10 લાખની ચોરી કરી

દુકાનમાલિક સુતો રહ્યો અને ચોરે કામ પતાવી નાખ્યું

દુકાન અને મકાન એક જ ઇમારતમાં હોવા છતાં ચોરે બિન્દાસ્ત ચોરી કરી અને દુકાનમાલિકને ખબર સુદ્વા ન પડી. આશ્વર્યજનક વાત તો એ છે કે લોકોની અવરજવરથી ધમધમતો રોડ હોવા છતાં કોઇને પણ ચોરી થતી હોવાની શંકા પણ ન થઇ.

ABOUT THE AUTHOR

...view details