ગુજરાત

gujarat

કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિજનોએ કર્યો હોબાળો

By

Published : Apr 23, 2021, 7:38 PM IST

અરવલ્લી જિલ્લાના મોડાસાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોબાળો કર્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દર્દીને ઓક્સિજનની જરૂર હોવા છતાં અપાવામાં ન આવતા મોત થયું હતું.

કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિજનોએ કર્યો હોબાળો
કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિજનોએ કર્યો હોબાળો

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • મોડાસની ખાનગી હોસ્પિટલમાં કોરોનાગસ્ત દર્દીના મોત મામલે થયો હોબાળો
  • હોસ્પિટલના સ્ટાફને વારંવાર જાણ કરી છતાં દર્દીને ઓક્સિજન આપવામાં ન આવ્યો

અરવલ્લીઃજિલ્લાના મોડાસાના બાયપાસ રોડ પર આવેલા એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિવાજનોમાં રોષ વ્યાપ્યો હતો. આ મામલે હોસ્પિટલના સ્ટાફ સાથે પરિવારજનોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. પરિવાજનોનો આક્ષેપ છે કે 70 વર્ષીય કોરોનાગ્રસ્ત દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું હોવાની જાણ હોસ્પિટલના સ્ટાફને વારંવાર કરવામાં આવી હતી. તેમ છતાં દર્દીને ઓક્સિજન આપવામાં આવ્યો ન હતો. મૃતકના પરિજનોએ હોસ્પિટલની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતક જિલ્લાના માલપુરના સોનિકપુરના વતની છે.

હોસ્પિટલના સ્ટાફને વારંવાર જાણ કરી છતાં દર્દીને ઓક્સિજન આપવામાં ન આવ્યો

આ પણ વાંચોઃ મોરબીમાં હોમ આઈસોલેટ દર્દીઓને ઇન્જેક્શન વિતરણ બંધ કરાતા દર્દીના પરિજનનો હોબાળો

ઘટનાસ્થળે પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો

આ બનાવની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી મામલાને થાળે પાડ્યો હતો. પોલીસે મધ્યસ્થી કરી મામલાને થાળે પાડયો હતો. નોધનીય છે કે, કેસમાં વધારો થતાં મોડાસાની કોવિડ હોસ્પિટલ ફુલ થઇ ગઇ છે, જેના પરિણામે લોકો મોડાસાના ખાનગી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને દાખલ કરી રહ્યા છે.

કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિજનોએ કર્યો હોબાળો

આ પણ વાંચોઃ કોરોના સંક્રમિત દર્દીનું મોત થયા બાદ મૃતદેહ ન અપાતા હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો

ABOUT THE AUTHOR

...view details