ગુજરાત

gujarat

અરવલ્લીમાં વરસાદનું આગમન

By

Published : Jun 2, 2020, 11:40 AM IST

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો.

etv bharat
etv bharat

અરવલ્લી: માલપુરમાં મોડી રાત્રે પવન ફૂંકાયા બાદ વરસાદ ખાબક્યો હતો. માલપુર નગર તેમજ મોડાસાના સાકરિયા ગામે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. માલપુર નગરમાં મોડી રાત્રે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન ખાતાના અહેવાલ પ્રમાણે ત્રણ મિલિ મિટર જેટલો વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સામાન્ય પવન અને વરસાદ નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details