ગુજરાત

gujarat

Rain in Arvalli મેશ્વો જળાશય 80 ટકા ભરાતાં એલર્ટ સ્ટેજ જાહેર

By

Published : Aug 16, 2022, 4:38 PM IST

Rain in Arvalli મેશ્વો જળાશય 80 ટકા ભરાતાં એલર્ટ સ્ટેજ જાહેર
Rain in Arvalli મેશ્વો જળાશય 80 ટકા ભરાતાં એલર્ટ સ્ટેજ જાહેર ()

હવામાન વિભાગની આગાહીના પગલે અરવલ્લીમાં મેઘરાજા મન મૂકીને વરસી Rain in Arvalliરહ્યા છે. જિલ્લાના મોડાસા માલપુર ભિલોડા મેઘરજ ધનસુરા અને શામળાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ચોમાસુ 2022 Monsoon Gujarat 2022 નો વરસાદ વરસી રહ્યો છે.જેના પગલે મેશ્વો જળાશય Meshvo Reservoir 80 ટકા ભરાયું છે.

મોડાસાઅરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ Rain in Arvalli જોવા મળી રહ્યો છે.ઉપરવાસ અને શામળાજી વિસ્તારમાં પડેલ વરસાદના પગલે મેશ્વો જળાશય Meshvo Reservoir પૂર્ણ સપાટીએ પહોચવાના આરે છે. તો ટીંટોઇ ગામમાં ડુંગર પરથી વહી રહેલા ધસમસતા પ્રવાહના કારણે પૂર જેવા દ્રશ્યો સર્જ્યા હતાં. Monsoon Gujarat 2022 ભારે વરસાદના પગલે 8 ગામના રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

ટીંટોઇ ગામમાં ડુંગર પરથી વહી રહેલા ધસમસતા પ્રવાહના કારણે પૂર જેવા દ્રશ્યો સર્જ્યા

આ પણ વાંચો બારડોલીમાં વરસાદ બન્યો વિલન નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ

3.5 ઇંચ વરસાદ અરવલ્લીમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગત મોડી રાત્રીથી સતત વરસાદ Rain in Arvalliથતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. જિલ્લાના મોડાસા. મેઘરજ બાયડ, માલપુર તાલુકાઓમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ભિલોડામાં સૌથી વધારે 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચોરસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને માઠી અસર

કોઝ વે પાણીમાં ગરકાવ મોડાસા તાલુકાના ઈસરોલથી રાજલી તરફ જવાના રસ્તા પર આવેલ કોઝ વે પાણીમાં ગરકાવ થયો છે. તો કેટલાક વિસ્તારોમાં ડુંગરોનું પાણી ગામમાં Rain in Arvalli ઘૂસી ગયું છે જેના પગલે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે . આ ઉપરાંત રાજલી , માધુપુર , લક્ષ્મણપુરા , રાજલી કંપા , દાલિયા સહિતના 8 ગામના રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

નવા નીરની આવકઉપરવાસના વરસાદથી નદીઓમાં નવા નીરની આવક Rain in Arvalliનોંધાવા પામી છે. આ સાથે જ મેશ્વો જળાશયમાં 80 ટકા પાણી ભરાતા એલર્ટ સ્ટેજ જાહેર કરવામાં આવ્યો છે. મેશ્વો જળાશય Meshvo Reservoir માં હાલ પાણીની સપાટી 121.12 મીટર સુધી પહોંચી ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details