ગુજરાત

gujarat

અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ટેકાના ભાવને લઇને ખેડૂતોમાં અસંતોષ

By

Published : Nov 10, 2021, 7:30 PM IST

અરવલ્લી (Aravalli) જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ટેકાના ભાવે મગફળી (Support Prices) વેચવા માટે કુલ 9 હજાર જેટલા ઓનલાઇન રજિસ્ટ્રેશન (Online Registration) થયા હતા. જિલ્લાના મુખ્યમથક મોડાસામાં બાજકોટ ખાતે ખરીદ કેન્દ્ર પર 7 જેટલા ખેડૂતો જ પોતાનો પાક વેચવા માટે આવ્યા હતા.

અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ટેકાના ભાવને લઇને ખેડૂતોમાં અસંતોષ
અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, ટેકાના ભાવને લઇને ખેડૂતોમાં અસંતોષ

  • 8 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
  • સરકારે ટેકાના ભાવે મગફળી વેચવા એક મણના 1,110 રૂપિયા નક્કી કર્યા
  • ટેકાના ભાવમાં ઓછા વધારાને કારણે ખેડૂતોમાં અસંતોષની લાગણી

અરવલ્લી: જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી (Purchase of peanut) શરૂ કરવામાં આવી છે. અરવલ્લી (Aravalli) જિલ્લાના 8 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે લાભ પાંચમના દિવસે વાતાવરણ અનુકુળ ન હોવાને લઈને મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી હતી.

7 ખેડૂતો જ પાક વેચવા માટે આવ્યા

25 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા

જિલ્લાના મુખ્યમથક મોડાસામાં બાજકોટ ખાતેથી 25 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા. જો કે ખરીદ કેન્દ્ર પર 7 જેટલા ખેડૂતો જ પોતાનો પાક વેચવા માટે આવ્યા હતા.

સરકારે એક મણ મગફળીના 1,110 રૂપિયા નક્કી કર્યા

ગત વર્ષ કરતા ટેકાના ભાવમાં 55 રૂપિયા વધારે

ટેકાના ભાવે મગફળી વેચવા માટે સરકારે એક મણના 1,110 રૂપિયા નક્કી કર્યા છે, જે ગત વર્ષ કરતા 55 રૂપિયા વધુ છે. ગત વર્ષ કરતા ટેકાના ભાવમાં 55 રૂપિયા વધારે હોવા છતાં ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોનું માનવું છે કે તેલના ભાવની સરખામણીમાં મગફળીના ભાવ વધ્યા નથી.

ગત વર્ષ કરતા 60 ટકા ઓછું ઓનલાઇન રજિસ્ટ્રેશન

ચાલું વર્ષે અરવલ્લી જિલ્લામાં મગફળીનું 66,623 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ છે. 1લી ઑક્ટોબરથી 20 ઑક્ટોબર સુધી ટેકાના ભાવે મગફળી વેચવા માટે જરૂરી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં કુલ 9,000 રજિસ્ટ્રેશન થયા છે જે ગત વર્ષ કરતાં 60 ટકા ઓછા છે. ગત વર્ષે 30 કિલો વજનની આશરે 5 લાખથી વધુ બેગ મગફળીની ખરીદી થઈ હતી.

આ પણ વાંચો: 400 વર્ષ પહેલા ઉજ્જૈનથી હરસિદ્ધિ માતાજીને રાજપીપળા લાવનારા મહારાજા વેરીસાલજી ગોહિલની પ્રતિમાનું અનાવરણ કરાયું

આ પણ વાંચો:જ્યાં હિંદુઓની સંખ્યા ઓછી છે ત્યાં Bajarang Dal હનુમાન ચાલીસાના પાઠ માટે આપે છે નિઃશુલ્ક સ્પીકર

ABOUT THE AUTHOR

...view details