ગુજરાત

gujarat

અરવલ્લીના મોડાસામાં ડુંગળીનો ભાવ નીચા જતાં, ખરીદવા માટે પડાપડી

By

Published : Dec 24, 2020, 9:06 AM IST

Updated : Dec 24, 2020, 9:47 AM IST

અરવલ્લીમાં મોડાસાની APMC માર્કેટમાં ડુંગળીનો ભાવ સસ્તો થતાં માર્કેટયાર્ડમાં થોડી વાર માટે રેકડીવાળઓએ પડાપડી કરી હતી. ડુંગળીનો હોલસેલ ભાવ જે અત્યાર સુધી રૂ.30 થી 40 રૂપિયા હતો. જે એકદમ જ ઉતરીને રૂ. 10 થઈ ગયો હતો.

અરવલ્લીના મોડાસામાં ડુંગળીનો ભાવ તળીએ જતાં, ખરીદવા માટે પડાપડી
અરવલ્લીના મોડાસામાં ડુંગળીનો ભાવ તળીએ જતાં, ખરીદવા માટે પડાપડી

  • મોડાસાની APMC માર્કેટમાં ડુંગળીનો ભાવ સસ્તો
  • છૂટક વેચાણ કરનાર રેકડીવાળઓએ કરી પડાપડી
  • આગામી દિવસોમાં ડુંગળીના ભાવ હજુ ઘટી શકે

અરવલ્લી : જિલ્લાના મોડાસાના APMC માર્કેટમાં કઇંક અલગ જ નજારો જોવા મળ્યો હતો. દેશભરમાં શાકભાજીના ભાવ ગગડતા માર્કેટ યાર્ડમાં સાંજના સમયે એક વેપારી અગમચેતી વાપરી ડુંગળીનો ભાવ એક દમ જ ઓછો કરી નાખ્યો હતો. અત્યાર સુધી જે ડુંગળી હૉલસેલમાં રૂ. 30 થી 40 માં વેચાતી હતી તેનો ભાવ રૂ .10 કરી દીધો હતો.

અરવલ્લીના મોડાસામાં ડુંગળીનો ભાવ તળીએ જતાં, ખરીદવા માટે પડાપડી

ભાવ ઓછા કરતા રેકડીવાળાઓના ટોળાં ઉમટી પડ્યા

ભાવ ઓછા થયાની વાત વાયુ વેગે પ્રસરતા જોત જોતામાં તો છૂટક વેચાણ કરનાર રેકડીવાળાઓના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. રેકડીવાળાઓએ જેટલો બને તેટલો વધુ માલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં ડુંગળી લેવા માટે પડાપડી થઈ હતી. મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં ડુંગળીના ભાવ હજુ ઘટી શકે છે.

અન્ય શાકભાજીના રીટેલ ભાવ કિલોમાં

શાકભાજીજૂનો ભાવ નવો ભાવ
ડુંગળી80 25
બટાકા70 30
મરચાં80 40
વટાંણા100 20
ટામેટાં60 30
લીંબુ80 40
ગાજર50 20
Last Updated : Dec 24, 2020, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details