ગુજરાત

gujarat

મોડાસા ટાઉન પોલીસે જુગાર રમતા 13 શકુનિઓને ઝડપ્યા

By

Published : Aug 9, 2020, 9:36 PM IST

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં શ્રાવણિયા જુગાર રમતા 13 શકુનિઓને પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસા ટાઉન પોલીસે જુગાર રમતા 13 શકુનિઓને ઝડપ્યા
મોડાસા ટાઉન પોલીસે જુગાર રમતા 13 શકુનિઓને ઝડપ્યા

અરવલ્લી: જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં પોલીસે નગરના જુના વિસ્તારમાં આવેલા કડિયાવાડામાંથી જુગાર રમતા 5 શકુનિઓ અને કોલેજ છાપરા વિસ્તારમાં પાછળના ભાગેથી 8 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

મોડાસા ટાઉન પોલીસે દાવ પર લાગેલી રકમ તેમજ અન્ય મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મોડાસા ટાઉન પોલીસે જુગાર રમતા 13 શકુનિઓને ઝડપ્યા
અરવલ્લી જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેવુ જણાઇ રહ્યુ છે. પોલીસ દ્વારા જુગારીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે મોડાસા ટાઉન PI વાઘેલા અને તેમની ટીમે બાતમીના આધારે કડિયાવાડા વિસ્તારના નાકે અને કોલેજ છાપરા વિસ્તારમાં ખુલ્લામાં હારજીતની બાજી લગાવી બેઠેલા 13 શકુનિયોને ઝડપાયા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોક્ડ રૂપિયા 22 હજાર રોકડા અને મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની ઓળખ ચિરાગ ઉર્ફે કુત્તો રમેશભાઈ કડિયા, ઉમેશ ભુપેન્દ્રભાઈ કડિયા, પરસોત્તમ કિશનલાલ રાણી, કૃષ્ણકાંત ઉર્ફે કમલેશ શામળભાઈ કડિયા અને વિષ્ણુ ફોજાજી મારવાડી, ઇસ્માઇલ ઇકબાલ હુસેન સુથાર, રમેશ કામજીભાઈ ખરાડી, સોહીલ હમીર ભટ્ટી, આરીફ દાદુભાઇ ભટ્ટી, મોહસીન અજિતખાન ભટ્ટી, ઇમરાન અબ્દુલભાઇ મકરાણી, જાવેદ સાબીરખાન ભટ્ટી, સાબિર ઈબ્રાહીમખાન ભટ્ટી તરીકે કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details