ગુજરાત

gujarat

ઉનાળાને કારણે અંબાજીમાં માતાજીના થશે ત્રણવાર શણગાર

By

Published : May 15, 2021, 7:08 AM IST

હાલ કોરોનાના વધતા સંક્રમણને લઈ અંબાજી મંદિર છેલ્લા એક મહિનાથી દર્શનાર્થીઓ માટે બંધ છે પણ નિજ મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા નિત્ય કર્મ પ્રમાણે પૂજા અર્ચના ચાલુ રાખવામાં આવી છે. મંદિરમાં અખાત્રીજથી અષાઢી બીજ સુધી 3 વાર આરતી કરવામાં આવશે.

mataji
ઉનાળાને કારણે અંબાજીમાં માતાજીના થશે ત્રણવાર શણગાર

  • પ્રખ્યાત યાત્રાધામ અંબાજી કોરોનાને કારણે બંધ
  • માતાજીની નિત્યક્રમ મુજબ સેવા અર્ચના
  • અખાત્રીજ થી લઈને અષાઢી બીજ સુધી મંદિરમાં 3 વાર આરતી થશે

રાજ્યમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને બંધ રાખવામાં આવ્યા છે. રાજ્યના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીને પણ કોરોના ગાઈડલાઈન મુજબ બંધ રાખવામાં આવ્યું છે પણ મંદિરમાં પૂજારીઓ માતાજીની સેવા અર્ચના નિત્ય ક્રમ મુજબ કરી રહ્યા છે.

આ પણ વાંચો : દવા સાથે દુવા પણ , અંબાજીમાં 7 દિવસ માટે યજ્ઞ અનુષ્ઠાન

ઉનાળાને કારણે 3 વાર આરતી

અંબાજી મંદિરમાં સવાર અને સાંજ બે ટાઈમ આરતી કરવામાં આવે છે પણ અખાત્રીજથી અંબાજી મંદિરમાં ત્રણ ટાઈમ આરતી કરવામાં આવશે. હાલ ઉનાળાની સિઝને કારણે માતાજીને ત્રણ વખત સ્નાન કરાવી શણગાર કરવામાં આવે છે અને ત્રણે વખત શણગાર કર્યા બાદ માતાજી ની આરતી પણ કરવામાં આવે છે અંબાજી મંદિરમાં અખાત્રીજના દિવસે સવારની મંગળા આરતી 7.00 કલાકે બપોરેની આરતી 12.30 કલાકે તેમજ સાંજની આરતી 7.00 કલાકે કરવામાં આવશે જે આગામી અષાઢીબીજ સુધી રહેશે ને ત્યાર બાદ ફરી રાબેતા મુજબ બે ટાઈમ આરતી કરાશે.

ABOUT THE AUTHOR

...view details