ગુજરાત

gujarat

મોડાસાના ગાયત્રી મંદિર દ્વારા મહામંત્ર જાપનું આયોજન કરાયું

By

Published : May 3, 2021, 5:14 PM IST

હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીમાં સૌનું મનોબળ ટકી રહે તે ખૂબજ જરૂરી છે. આ મહામારી સામે ઝઝુમતા અનેક જીવન હારી ગયા છે. આવી વિકટ પરિસ્થિતિમાં મોડાસા તેમજ આસપાસના ગામોમાં ગાયત્રી પરિવાર દ્વારા મહામંત્ર જાપ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું .

ગાયત્રી મંદિર
ગાયત્રી મંદિર

  • મોડાસાના ગાયત્રી મંદિર દ્વારા મહામંત્ર જાપનું આયોજન કરાયું
  • સાધકોએ ઘરે રહીને એક જ સમયે કરી પ્રાર્થના
  • દિવંગત આત્માઓને શાંતિ હેતું ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

અરવલ્લી : કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, જેનો આઘાત અને વિરહ પણ સહન કરી રહ્યા છે. હાલમાં સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાને તેમજ સ્વજનોને બચાવ કરવા ચિંતાતુર છે. આવા સમયમાં સૌમાં આત્મબળ, આત્મિક ઉર્જા ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં આત્મબળ, આંતરિક ઉર્જા ટકાવી રાખવા માટે આધ્યાત્મિક ઉપાય શ્રેષ્ઠ સહાયક બની શકે છે.

મોડાસાના ગાયત્રી મંદિર દ્વારા મહામંત્ર જાપનું આયોજન કરાયું

આ પણ વાંચો - કોરોનાથી બચવા પોરબંદરમાં ઘરે ઘરે થઇ રહ્યાં છે ગાયત્રી યજ્ઞ

એક જ સમયપર પ્રાર્થના થાય તેવુ ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા આયોજન કરાયું

સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર આ આયોજન કોઈ એક સ્થાન પર વધુ સંખ્યા એકત્રિત ન થાય તેથી દરેક પોતાના ઘર પર રહીને જ પણ એક જ સમયપર પ્રાર્થના થાય તેવુ ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. જેમને અવસાન પામ્યા છે, તેમની આત્માઓને શ્રદ્ધાંજલિ તેમજ સૌના સ્વાસ્થ્ય સુરક્ષાની ભાવના સાથે બે કલાક સુધી આ ગાયત્રી મહામંત્રની પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પણ વાંચો - મોડાસા: ગાયત્રી મંદિરે ગુરુનાનક જયંતીની ઉજવણી કરવામાં આવી

સૌ દિવંગત આત્માઓને ખૂબજ શાંતિ હેતું ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

આ કાર્યક્રમમાં મોડાસા સહિત સમગ્ર અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાં, ગામોમાં ઘેર ઘેર ગાયત્રી સાધકો દ્વારા મંત્રજાપ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. વિશેષમાં હાલમાં અવસાન પામેલ ગાયત્રી પરિવાર, અરવલ્લી જિલ્લા સંયોજક મનહર પટેલ સહિત સૌ દિવંગત આત્માઓને શાંતિ હેતું ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details