ગુજરાત

gujarat

અરવલ્લીઃ LCBએ 2200 લીટર ગેરકાયદેસર બાયોડિઝલ સાથે એક શખ્સને ઝડપ્યો

By

Published : Oct 4, 2020, 3:23 AM IST

અરવલ્લી LCB પોલીસે હિંમતનગરના એક શખ્સને 2200 લીટર ગેરકાયદેસર બાયોડિઝલ સાથે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ હિંમતનગરથી મોડાસા બાયપાસ રોડ પર બાયો ડીઝલના વેચાણ અર્થે આવ્યો, ત્યારે તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે 3.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

illegal biodiesel
અરવલ્લીમાં LCBએ 2200 લીટર ગેરકાયદેસર બાયોડિઝલ સાથે એક શખ્સને ઝડપ્યો

અરવલ્લીઃ જિલ્લામાં LCB પોલીસે હિંમતનગરના એક શખ્સને 2200 લીટર ગેરકાયદેસર બાયોડિઝલ સાથે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ હિંમતનગરથી મોડાસા બાયપાસ રોડ પર બાયો ડીઝલના વેચાણ અર્થે આવ્યો, ત્યારે તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.

ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહેતો હોવાથી ટ્રક માલિકો હવે સસ્તુ બાયોડિઝલ વિકલ્પ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે બાયોડિઝલના ગેરકાયદેસર વેચાણ સામે હવે પોલીસ હરકતમાં આવી છે. અરવલ્લી એલ.સી.બી એ મોડાસા બાયપાસ રોડ પર આવેલા લકી સર્વિસ સ્ટેશનની સામે ખુલ્લી જગ્યામાં પીકઅપ ડાલામાં બાયોડિઝલ લઈ વેચાણ માટે પહોંચેલા હિંમતનગરના ઈમ્તિયાઝ અબ્બાસભાઈ સુમરા નામના શખ્સને ઝડપી લીધો હતો. પીકઅપ ડાલામાં 11 બેરલમાં રૂપિયા 1,10,000ની કિંમતના 2200 લીટર બાયોડિઝલનો જથ્થો, પીકઅપ ડાલુ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 3,11,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે ઈમ્તિયાઝ સુમરા સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. નોંધનીય છે કે, સામાન્ય ડીઝલ કરતા બાયોડિઝલ લિટરે રૂપિયા 15 થી 20 જેટલું સસ્તુ પડે છે.

ABOUT THE AUTHOR

...view details