ગુજરાત

gujarat

મોડાસા કોર્ટ દ્વારા ચેક રીટર્ન કેસમાં આરોપીઓને એક વર્ષની સજા ફટકારી

By

Published : Aug 25, 2022, 2:49 PM IST

મોડાસા કોર્ટ દ્વારા ચેક રીટર્ન કેસમાં આરોપીઓને એક વર્ષની સજા ફટકારી
મોડાસા કોર્ટ દ્વારા ચેક રીટર્ન કેસમાં આરોપીઓને એક વર્ષની સજા ફટકારી

અરવલ્લીમાં ચેક રીટર્નના કેસમાં આરોપીઓને એક વર્ષની સજા ફટકારી છે. સિરાજુદ્દીન અબ્દુલરહેમાન પટેલ માર્કેટ યાર્ડમાં ધંધો કરે છે. મોડાસામાં રહેતા હર્ષદ સોમા પટેલ સાથે સારા સંબધ હોવાથી ધંધાના કામે રૂપિયા ઉછીના આપ્યા હતા. નાણાં ચુકવી ન આપતા આખરે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને એક વર્ષની સજા કરવામાં આવી છે. Check return case, Aravalli Check Return Case

અરવલ્લી જિલ્લાની મોડાસા કોર્ટે ચેક રીટર્નના કેસમાં આરોપીઓને(Aravalli Check Return Case)એક વર્ષની સજા ફટકારી છે. રકમ ભરવામાં કસુર કરે તો વધુ 6 માસની સજા કરવાનો હુકમ(Check Return Case )કર્યો છે. કેસની વિગત સંક્ષીપ્તમાં એવી છે કે સિરાજુદ્દીન અબ્દુલરહેમાન પટેલ માર્કેટ યાર્ડમાં ધંધો કરે છે. સિરાજુદ્દીનને આ કેસના આરોપી ઘર નં 26 તુલસી આંગન, માલપુર રોડ પર સાંઈબાબા મંદિર સામે મોડાસામાં રહેતા હર્ષદ સોમા પટેલ સાથે સારા સંબધ હોવાથી ધંધાના કામે ટુકડે ટુકડે રૂપિયા 60,000 ઉછીના આપ્યા હતા.

આ પણ વાંચોચેક રિટર્ન કેસમાં મહિલાને વિજાપુર કોર્ટે 2 વર્ષ સજા ફટકારી

નાણાં ચુકવી ન આપતા મામલો કોર્ટમાં પહોંચ્યોસમય જતા સિરાજુદ્દીનને હર્ષદ સોમા પટેલ પાસે પૈસાની માંગણી કરતા તેઓએ તેમના એચ.ડી.એફ.સી બેન્કના જોઇન્ટ ખાતાનો ચેક આપ્યો હતો.જોકે સિરાજુદ્દીને ચેક બેન્કમાં ડીપોઝીટ કરતા અપર્યાપ્ત નાણાંનો શેરો મારી બેન્કમાં પરત કર્યો હતો. જેથી સિરાજુદ્દીને હર્ષદને નોટીસ મોકલી હતી. છતાં નાણાં ચુકવી ન આપતા આખરે મામલો ધી નેગોશીયેબલ ઇન્સ ટ્રુમેંટ એક્ટની કલમ 138 મુજબ કોર્ટમાં પહોંચ્યો હતો.

આ પણ વાંચોછેતરપિડી કેસના આરોપીએ પોલીસને પણ છેતર્યા

ગુનામાં કસુરવાર ઠરાવી એક વર્ષની સજાઆ કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફેના વકીલ એમ.જી.અંસારી એ ધારદાર રજૂઆત કરતા ત્રીજા એડી.જયુડી.મેજી. કુ.ડો.સુપ્રિતકૌર ગાબાએ હર્ષદ સોમા પટેલ તથા શોભા હર્ષદ પટેલને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 255 (2) અન્વયે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબના ગુનામાં તકસીરવાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો. આરોપીઓએ કિ.પ્રો.કો.ક. 357 (3) મુજબ ફરિયાદીને વળતર પેટે ચેકની રકમ રૂપિયા6,00,000 દિવસ 30 માં ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો આરોપી સદરહુ રકમ ફરિયાદીને ચૂકવવામાં કસુર કરે તો આરોપીઓને વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details