ગુજરાત

gujarat

કોરોના વોરિયર્સનું મોડાસા સબ જેલમાં કરાયું પુષ્પવર્ષાથી સ્વાગત

By

Published : May 13, 2020, 6:21 PM IST

કોરોના મહામારી સામે સતત લડી રહેલા તબીબો જીવના જોખમે લોકોને સેવા આપી રહ્યા છે. આરોગ્ય વિભાગના કોરોના વોરિયર્સ તબીબ, નર્સ સહીત અન્ય સ્ટાફ વિવિધ સ્થળોએ પોતાની સેવા પુરી પાડી રહ્યા છે. મોડાસાની સબ જેલમાં કેદીઓને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડતા તબીબ અને સ્ટાફનો જુસ્સો વધારવા સબ જેલ પ્રશાશન તંત્ર અને જેલમાં રહેલા કેદીઓએ વોરિયર્સનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું.

કોરોના વોરિયર ડોક્ટર્સનું મોડાસા સબજેલમાં કરાયું પુષ્પવર્ષાથી સ્વાગત
કોરોના વોરિયર ડોક્ટર્સનું મોડાસા સબજેલમાં કરાયું પુષ્પવર્ષાથી સ્વાગત

અરવલ્લી : કોરોના વાઇરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એપ્રિલ માસથી મોડાસા સબ જેલાના કેદીઓની સતત આરોગ્ય તપાસ કરી રહી છે.

સબ જેલમાં સમયાંતરે ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યુ છે . આ સેવાઓને બિરદાવવા મોડાસા સબ જેલ સ્ટાફ તેમજ કેદી બંદીઓ દ્વારા ડોક્ટર્સની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોડાસા સબ જેલમાં આ મહીને આરોગ્ય તપાસ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પહોંચેલી આરોગ્યની ટીમનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સન્માન કરીને તેમનો ઉત્સાહને વધાર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details