ગુજરાત

gujarat

મોડાસામાં પોલીસનું પુષ્પવર્ષાથી સન્માન કરાયું

By

Published : May 22, 2020, 3:56 PM IST

લોકડાઉન ખડે પગે રહેવા બદલ અરવલ્લી જિલ્લા પોલીસનું મોડાસામાં સન્માન કરવામાં આવ્યું હતું. મોડાસાની વૃંદાવન સોસાયટી તેમજ વિવેકાનંદ સોસાયટીના રહીશો દ્વારા પોલીસ કર્મીઓને પુષ્પવર્ષાથી વધાવ્યા હતા. પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે આ બંને સોસાયટીના રહીશો દ્વારા પોલીસના જવાનો ઉત્સાહ વધારવા માટે પુષ્પવર્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Aravalli
મોડાસા

અરવલ્લી: મોડાસાની વૃંદાવન સોસાયટી તેમજ વિવેકાનંદ સોસાયટીના રહીશો દ્વારા પોલીસ કર્મીઓને પુષ્પવર્ષાથી વધાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના બે મહિના જેટલા સમય દરમ્યાન પોલીસ અને આરોગ્ય કર્મીઓ પોતાની પરવા કર્યા વિના ફરજ પર તૈનાત હતા. ત્યારે આ પ્રકારે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોડાસામાં પોલીસનું પુષ્પ વર્ષાથી સન્માન કર્યુ

જેમાં જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ , ડીવાયએસપી ભરત બસીયા , મોડાસા ટાઉન પીઆઈ એસી. પી વાઘેલા સહીત એસ.ઓ.જી , એલસીબી અને ટ્રાફિક પોલીસના જવાનો પણ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details