ગુજરાત

gujarat

મોડાસામાં એસ.ટી. બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

By

Published : Jul 16, 2019, 12:54 PM IST

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા હજીરા વિસ્તારમાં એસ.ટી. બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં શાળાની ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

એસ.ટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણ વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત

મોડાસા હજીરા ત્રણ રસ્તા પર વળાંકમાં હિંમતનગરથી ઢેકવા જતી એસ.ટી. બસ ઉભી હતી. તે દરમિયાન પૂરઝડપે આવતી રીક્ષા એસ.ટી બસ સાથે અથડાઈ હતી. જેથી રિક્ષામાં બેઠેલી ત્રણ વિદ્યાર્થીનીઓના શરીરે ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.

એસ.ટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણ વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત

અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસેડી હતી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:એસ.ટી બસ પાછળ રિક્ષાની ટક્કર , ત્રણ વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત

મોડાસા- અરવલ્લી

મોડાસા હજીરા વિસ્તારમાં એસ.ટી બસ પાછળ છકડો રીક્ષા ઘુસી જતા રિક્ષામાં સવાર ત્રણ વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થતા ભારે અફડાતફડી મચી હતી. ઇજાગ્રહસ્ત વિદ્યાર્થીનીઓને તાબડતોડ સારવાર અર્થી મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી . જોકે અકસ્માતના કારણે વિદ્યાર્થીઓ હેબતાઇ ગઇ હતી.

Body:બનાવની વિગત એવી છે કે મોડાસા હજીરા ત્રણ રસ્તા પર વળાંકમાં હિંમતનગર થી ઢેકવા જતી એસટી બસ ઉભી હતી પાછળથી પુરઝડપે હંકારી રિક્ષાના ચાલકે બસ સાથે ભટકાવી દેતા રિક્ષામાં બેઠેલી ત્રણ વિદ્યાર્થીનીઓના શરીરે ઈજાઓ પહોંચી હતી . સદનસીબે જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતા. ઘટના જણા થતા પોલીસે સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

વિઝયુઅલ – સ્પોટ
Conclusion:

ABOUT THE AUTHOR

...view details