ગુજરાત

gujarat

શામળાજી નજીક અકસ્માત, પ્રાથમિક શાળાના આચાર્યનું ઘટનાસ્થળે મોત

By

Published : Jul 15, 2019, 9:50 PM IST

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના શામળાજીના ખેરંચા નજીક ટ્રકે કારને ટક્કર મારતા એકનું મોત થયું હતું. જે પ્રાથમિક શાળાના આચાર્ય અને મોડાસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વપ્રધાન હતાં. જેથી આ અકસ્માતના પગલે શિક્ષકગણમાં શોકની લાગણી ફેલાઈ હતી.

શામળાજી

મોડાસા તાલુકાના બાયલ-ઢાંખરોલ ગામના અને જુના વડવાસા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ જયંતીભાઈ પટેલ કાર લઈ શામળાજી કામકાજ અર્થે ગયા હતા. ત્યાંથી મોડાસા તરફ પરત ફરતી વખતે ખેરંચા ગામ નજીક અચાનક સામેથી પુરઝડપે આવતા ટ્રકે કારને ટક્કર મારતા કારમાં દબાઈ જવાથી ઘટના સ્થળેજ તેમનું મોત થયું હતુ. ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.

શામળાજી નજીક અકસ્માત, પ્રાથમિક શાળાના આચાર્યનું ઘટનાસ્થળે મોત

અકસ્માતના પગલે પરિવારજનો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડયા હતા. શામળાજી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા છે.

શામળાજી નજીક અકસ્માત
Intro:શામળાજી નજીક અકસ્માત થતા પ્રાથમિક શાળાના આચાર્યનું ઘટનાસ્થળે મોત

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના શામળાજીના ખેરંચા નજીક ટ્રકે કારને ટક્કર મારતા પ્રાથમિક શાળાના આચાર્ય અને મોડાસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ મહામંત્રી નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે શિક્ષકગણમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી.

Body: મોડાસા તાલુકાના બાયલ-ઢાંખરોલ ગામના અને જુના વડવાસા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ જયંતીભાઈ પટેલ કાર લઈ શામળાજી કામકાજ અર્થે ગયા હતા. ત્યાંથી મોડાસા તરફ પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન ખેરંચા ગામ નજીક સૈનિક સ્કૂલ પાસે રોડ પર કરેલા કટમાં થઈ જમવા જતા અચાનક ટ્રકે કારને સામેથી જોરદાર ટક્કર મારતા કારમાં દબાઈ જવાથી ઘટના સ્થળેજ મોત નિપજતા ભારે ચકચાર મચી હતી.

ટ્રક ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.અકસ્માતના પગલે પરિવારજનો અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉમટી પડયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી ફરિયાદના આધારે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ફોટો – સ્પોટ
Conclusion:

ABOUT THE AUTHOR

...view details