ગુજરાત

gujarat

મોડાસામાં ટ્રક અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો, ઘટના CCTVમાં કેદ

By

Published : Jan 6, 2021, 9:44 AM IST

મોડાસાના હજીરા વિસ્તારમાં માતેલા સાંઢની જેમ આવી રહેલા ટ્રક-કન્ટેનરના ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પર ખાબકતા રીક્ષાનો કડૂચાલો વળી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં રીક્ષા ચાલક કન્ટેનર નીચે દટાઇ જતા લોકો દોડી આવ્યા હતા. એકઠા થયેલ લોકોની કલાકોની મહેનત બાદ રીક્ષા ચાલકને બહાર કાઢ્યો હતો. સમગ્ર સીસીટીવીમાં કેદ થઇ હતી.

મોડાસા
મોડાસા

  • કન્ટેનર છૂટું પડી રીક્ષા પર ખાબકતા ગંભીર અક્સ્માત સર્જાયો
  • અકસ્માત થતા રીક્ષાનો કડૂચાલો વળી ગયો
  • ભારે જહેમતબાદ રીક્ષા ચાલક ને ટ્રક નીચે થી બહાર કાઢવામાં આવ્યો


અરવલ્લી : જિલ્લામા વાહનો અને રાહદારીઓથી ધમધમતા મોડાસા-શામળાજી હાઈવે પર હજીરા વિસ્તારમાં ટ્રક કનેટનેર ના ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા સાથે અકસ્માત થયો હતો. બેકાબુ ટ્રક ને રીક્ષા ચાલકે જોતા જ બ્રેક મારી દીધી હતી પરંતુ ટ્રકે ડિવાઈડર કુદાવતા પાછળ રહેલ કન્ટેનર છૂટું પડી રીક્ષા પર ખાબક્યુ હતું. જેથી રીક્ષાનો કડૂચાલો વળી ગયો હતો.રીક્ષા ચાલક કન્ટેનર નીચે દટાઈ જતા ગંભીર પરિસ્થિતી સર્જાઇ હતી. ધડાકાભેર અકસ્માત થતા આસપાસના લોકો એક્ઠા થયા હતા.

મોડાસામાં ટ્રક અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો

પાર્ક કરેલા વાહનોને પણ નુકશાન થયું

લોકોએ ભારે જહેમત બાદ રીક્ષા ચાલકને કન્ટેનર નીચેથી બહાર કાઢ્યો હતો. રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત થતા જ ટ્રકમાં ભરેલ પેપર રોલ રોડ પર ગગડ્યા હતા. જેનાથી કેટલાક પાર્ક કરેલા વાહનોને પણ નુકશાન થયુ હતું .સદનસીબે અકસ્માત સમયે રીક્ષા સિવાય અન્ય કોઈ વાહન ન હોવાથી અકસ્માત વખતે મોટી જાનહાની ટળી હતી.


ABOUT THE AUTHOR

...view details