ગુજરાત

gujarat

મેઘરજમાં લગ્ન પ્રસંગમાં પોલીસ પર જીવલેણ હુમલો, 100 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો

By

Published : May 2, 2021, 3:51 PM IST

અરવલ્લી જિલ્લાના મેઘરજના ડોરીયા ગામે લગ્ન પ્રસંગમાં 50 કરતા વધુ લોકો એકઠા થતા પોલીસ તપાસમાં પહોંચી હતી. જોકે લગ્નમાં હાજર લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે 100 લોકોના ટોળા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Aravalli news
Aravalli news

  • મેઘરજના ડોરીયા ગામે લગ્ન પ્રસંગમાં 50 કરતા વધુ લોકો એકઠા થયા
  • લગ્નમાં હાજર લોકોએ પોલીસ પર હુમલો કર્યો
  • પોલીસે 100 લોકોના ટોળા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

અરવલ્લી : કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે રાજ્ય સરકારે લગ્નપ્રસંગો માટે ગાઇડલાઇન નક્કી કરી છે. જેમાં લગ્ન સમારહો માટે 50 લોકોથી વધુની હાજરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમની અમલવારી કરવવા માટે પોલીસતંત્ર લગ્નપ્રસંગો પર સતત વોચ રાખી રહ્યુ છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડોરીયા પંચાલ ગામે, લગ્નપ્રસંગમાં સરકારી ગાઇડલાઇન કરતા વધારે લોકો એકઠા થતા પોલીસ તપાસમાં પહોંચી હતી. પોલીસ જોઈ લગ્નની મજા માણતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા. લગ્ન પ્રસંગમાંમાં એક્ઠા થયેલા લોકોએ પોલીસ પર લાકડીઓ વડે હુમલો કરતા, બે પોલીસ કર્મીઓના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.પોલીસ પર હુમલો થતા, મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી હુમલાખોરોને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મેઘરજમાં લગ્ન પ્રસંગમાં પોલીસ પર જીવલેણ હુમલો

આ પણ વાંચો : બાલદા ગામે લગ્ન પ્રસંગે થયો જાહેરનામાંનો ભંગ, 50થી વધુ લોકો એકઠા થયા

લગ્ન પ્રસંગમાં અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી પણ હાજર

આ ઘટનાની ગંભીરતા સમજી DYSP ભરત બસીયા ઇસરી પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આ લગ્ન પ્રસંગમાં અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી પ્રવીણ ખરાડી પણ હાજર હતો.

મેઘરજ

આ પણ વાંચો : લગ્ન પ્રસંગમાં ફક્ત 100 લોકો જ હાજરી આપી શકશે, ઇવેન્ટ મેનેજર્સની મુંજવણમાં વધારો

જજમાન, પોલીસકર્મી પ્રવીણ ખરાડી, DJના સંચાલક સહિત 100 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોધાઇ

પોલીસે તારાચંદ ભીખાભાઇ ખાંટ, પોલીસકર્મી પ્રવીણ ખરાડી, DJના સંચાલક અને લગ્નપ્રસંગમાં એકઠા થયેલ 100 લોકોના ટોળાસામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details