ગુજરાત

gujarat

અરવલ્લીમાં કોરોનાથી વધુ 2 મોત, કુલ મૃત્યાંક 23 પર પહોંચ્યો

By

Published : Jul 3, 2020, 8:16 PM IST

અરવલ્લી જિલ્લામાં શુક્રવારના રોજ કોરોના વાઈરસથી વધુ બે મોત નીપજતા કુલ મૃત્યાંક 23 પર પહોંચ્યો છે. જ્યારે કોવિડ-19 વધુ 8 કેસ નોંધતા પોઝિટિવ દર્દીઓનો આંકડો 242 પર પહોંચ્યો છે. જે પૈકી 177 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

2 more deaths from corona in Aravalli, total death toll reached 23
અરવલ્લીમાં કોરોનાથી વધુ 2 મોત, કુલ મૃત્યાંક 23 પર પહોંચ્યો

અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં શુક્રવારના રોજ કોરોના વાઈરસથી વધુ બે મોત નીપજતા કુલ મૃત્યાંક 23 પર પહોંચ્યો છે. જ્યારે કોવિડ-19 વધુ 8 કેસ નોંધતા પોઝિટિવ દર્દીઓનો આંકડો 242 પર પહોંચ્યો છે. જે પૈકી 177 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં શુક્રવારે વહેલી સવારે એક આધેડ પુરૂષ દર્દી અને બપોરના સમયે એક વૃદ્વ દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે દિવસ દરમ્યાન કોવિડ-19 વધુ 8 કેસ મળી આવ્યા હતા. પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોંધાયેલ પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.

હાલમાં હોમ ક્વૉરન્ટીન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા 15 છે. તેમજ પોઝિટિવ દર્દીના સંપર્ક આવેલ 762 વ્યક્તિઓને જરૂરી માર્ગદર્શન આપી હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં 3 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 21 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લાના 6 પોઝિટિવ કેસ હિમતનગર સિવિલ હોસ્પિટલમાં,અમદાવાદની હોસ્પિટલમાં 4 તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં 1 સારવાર હેઠળ છે. આમ,કુલ- 35 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details