ગુજરાત

gujarat

અરવલ્લીમાં 181 અભયમ ટીમે વૃદ્ધાનું પોતાની દીકરી સાથે મિલન કરાવ્યું

By

Published : Jun 6, 2020, 7:46 PM IST

અરવલ્લી જિલ્લાની 181 અભયમ ટીમે એક માનસિક વૃદ્ધ અને અસ્વસ્થ મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

બાયડમાં ભૂલા પડેલા બાલાસિનોરના "બા"ને અરવલ્લીની 181 અભયમ ટીમે ઘરે પહોંચાડ્યા
બાયડમાં ભૂલા પડેલા બાલાસિનોરના "બા"ને અરવલ્લીની 181 અભયમ ટીમે ઘરે પહોંચાડ્યા

અરવલ્લી: જિલ્લાની 181 અભયમ ટીમે એક માનસિક વૃદ્વ અસ્વસ્થ મહિલાનું પરિવાર જોડે મીલન કરાવ્યુ હતું. આ મહિલા 15 દિવસથી દિકરીને મળવા મહિસાગરના બાલાસિનોરથી નિકળ્યા હતા.

મહિલાનું દિકરી સાથે અભયમની ટીમે મુલાકત કરાવતા, દિકરી ઘરના આંગણે આમ અચાનક પોતાની માં ને જોઇ રડી પડ્યા હતા.

બાયડના બસ સ્ટેનશમાં એક વૃદ્ધા સુઇ રહ્યા હતા. રાત્રિના સમયે 181 અભયમના કંટ્રોલ રૂમે ફોન આવ્યો ટીમ સજ્જ થઇ સિદ્ધિ વૃદ્ધા હતી ત્યાં પહોંચી પૂછ્યું કે, બા તમારે ક્યાં જવું છે કેમ અહિ રોકાયા છો. બે દિવસથી બાયડના બસ સ્ટેશનમાં રોકાયેલા માજીનું અભયમની ટીમે કાઉન્સેલીગ કર્યુ હતું.

આ વૃદ્ધા 2 દિવસથી સરખા જમ્યા પણ ન હતા. ટીમના ચેતનાબેન ચૌધરીએ જમવાનું આપી પાણી પીવડાવી વાત શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો .

જો કે તે બા માંડ-માંડ બોલી શક્યા કે, હું મહિસાગર જિલ્લાના બાલાસિનોર ગામની છું. ત્યાં મારૂ કોઇ નથી પણ અંહિ બાયડમાં મારી દિકરી પરણાવી છે તો મળવા આવી છું.

ટીમે વૃદ્ધાએ જે ગામના નામ બોલ્યા હતા. તે ગામમાં સંપર્ક કરતા ખ્યાલ આવો કે, બા તો 15 દિવસ પહેલાથી જ ઘરેથી નીકળી ગયા હતા, જ્યાં આશરો મળે ત્યાં રોકાઇ જાયને જમવા મળે તો જમી લે એમ ભટકતા ભટકતા છેક બાયડ સુધી આવી ગયા હતા.

જ્યાં અરવલ્લીની 181 અભયમ ટીમે બાલાસિનોર ગામના સંપર્ક કરતા સરપંચે કહ્યું છે, તેમની દિકરી બાયડના મોટી દેરોલી ગામે પરણાવી છે અને તેમને મળવા તેઓ નીકળ્યા હતા. અભયમ ટીમે રાતે 12ના ટકોરે બાને પોતાની દિકરીના ઘરે મૂકી આવ્યા હતા.

ઘરના આંગણે આમ અચાનક પોતાની મૉં ને જોઇ રડી પડતા નીરૂબેન રાવળે કહ્યું કે, અમે સગા-વ્હાલા બધે તપાસ કરી પણ ક્યાંય ભાળ મળી નહીં, પણ તમે મને મારી મા પાછી લાવી આપી, સંતાન માટે તો મા કોઇ પણ સ્વરૂપે સ્વીકાર્ય જ હોય છે.

ABOUT THE AUTHOR

...view details