ગુજરાત

gujarat

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 'નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા’ પર યોજાયો વેબીનાર

By

Published : Feb 23, 2021, 8:20 PM IST

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ‘નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા’ પર યોજાયો વેબીનાર.આ વેબીનારમાં ચાવીરૂપ વક્તવ્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રો. પરેશ જોષીએ આપ્યું હતું, જયારે મુખ્ય મહેમાન તરીકે જાણીતા એક્ટર અને આંતરરાષ્ટ્રીય લાઈફ સ્કિલ એજ્યુકેટર શ્રીમતી સ્વરૂપ સંપત રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં.

સરદાર પટેલ યુનિવર્સિટી
સરદાર પટેલ યુનિવર્સિટી

  • SP યુનિવર્સિટી દ્વારા ‘નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા’ પર યોજાયો વેબીનાર
  • નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકાએ મુખ્ય વિષય હતો
  • VNDGUના અંગ્રેજી વિભાગના પ્રો. પરેશ જોષીએ ‘શિક્ષકો માટે શિક્ષણની નવી રીતો’ વિષય પર આપ્યું

આણંદ : વલ્લભ વિદ્યાનગર, ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના IQAC દ્વારા નીતિ આયોગ, નવી દિલ્લી અને ભારતીય શિક્ષક મંડળ, નાગપુરના સહયોગથી ‘નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા’ વિષય પર વેબીનાર યોજાયો હતો. આ વેબીનારની પ્રસ્તાવના અને મહેમાનોનો પરિચય IQACના સયોજક પ્રો. એ. એચ. હાસમાણીએ આપ્યો હતો. આ વેબીનારના ઉદ્ઘાટન સત્રમાં ચાવીરૂપ વક્તવ્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રો. પરેશ જોષીએ ‘શિક્ષકો માટે શિક્ષણની નવી રીતો’ વિષય પર આપ્યું હતું.

VNDGUના અંગ્રેજી વિભાગના પ્રો. પરેશ જોષીએ ‘શિક્ષકો માટે શિક્ષણની નવી રીતો’ વિષય પર આપ્યું

66 અધ્યાપકો દ્વારા 6 વિષય પર પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યાં

બીજા સત્રમાં નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા એ મુખ્ય વિષયને 6 અલગ અલગ પેટા વિષયોમાં વહેંચવામાં આવ્યાં હતાં. દરેક વિશેની ચર્ચા કરવા, એ લીડર અને તેમની સાથે 10 અધ્યાપકોની ટીમ એમ 11 અધ્યાપકોએ 1 વિષયપર ગહન ચર્ચા કરી એમ કુલ 66 અધ્યાપકો દ્વારા 6 વિષય પર પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ બધા મંતવ્યો નીતિ આયોગમાં મોકલવામાં આવ્યાં છે.

વેબીનારના નોડલ અધિકારી તરીકે સોશિયલ વર્ક વિભાગના ડાયરેક્ટર ડૉ. શિવાની મિશ્રાએ જવાબદારી સંભાળી

આ સમગ્ર દિવસ દરમિયાન ‘નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા’ વિષય પર સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણી અને કાર્યકારી કુલસચિવ ડૉ. જ્યોતિ તિવારીના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વેબીનારના નોડલ અધિકારી તરીકે સોશિયલ વર્ક વિભાગના ડાયરેક્ટર ડૉ. શિવાની મિશ્રાએ જવાબદારી સંભાળી હતી. આ વેબીનારનું સંચાલન સોશિયલ વર્ક વિભાગના મુક્ષિતા ધ્રાંગધારિયાએ કર્યું હતું.

પ્રો. પી. કે પ્રિયાને ઉદ્ઘાટન સત્રના અંતે આભાર વિધિ કરી

પ્રો. પરેશ જોષીએ પોતાના વક્તવ્યમાં ભારતીય શિક્ષણ પરંપરા વિષે અને આગામી સમયમાં કેવી રીતે શિક્ષણ આપી શકે, એ વિષેની ચર્ચા કરી હતી. આ વેબીનારના મુખ્ય મહેમાન તરીકે જાણીતા એક્ટર અને આંતરરાષ્ટ્રીય લાઈફ સ્કિલ એજ્યુકેટર શ્રીમતી સ્વરૂપ સંપત રાવલ ઉપસ્થિત રહ્યાં હતાં. શિક્ષણમાં હવે કેવા પ્રકારના સંશોધનની જરૂર છે, તે વિષે તેમને વિસ્તૃત ચર્ચા કરી હતી. MBA વિભાગના પ્રો. પી. કે પ્રિયાને ઉદ્ઘાટન સત્રના અંતે આભાર વિધિ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details