ગુજરાત

gujarat

સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

By

Published : Nov 22, 2020, 9:54 PM IST

સરદાર પટેલ યુનિવર્સિટીની સેમિસ્ટર 3 અને 5ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજ્ઞાન, કોમર્સ અને આર્ટ્સ વિભાગમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવવાના હતા.

University
University

  • સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રખાઈ
  • સિનિકેટ મિટિંગમાં લેવામાં આવ્યો નિર્ણય
  • કોરોના સંક્રમણને ધ્યાને રાખતા વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય

આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીની સેમિસ્ટર 3 અને 5 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિજ્ઞાન કોમર્સ અને આર્ટ્સ વિભાગમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવવાના હતા. વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ રૂબરૂ પરીક્ષા આપવા આવનાર હતા. રાજ્યમાં ચાલતા વર્તમાન કોરોના પ્રકોપ વચ્ચે પરીક્ષા માટે ભેગા થતા વિદ્યાર્થીના સ્વાસ્થ્યની ચિંતા કરતા વિદ્યાર્થી આગેવાનો અને વાલીઓએ સંક્રમણના જોખમ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શિરીષ કુલકર્ણીને પરિક્ષા મોકૂફ રાખવા રજુઆત કરવામાં આવી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી
  • પરીક્ષા મોકૂફ રાખવા રજૂઆત કરાઈ

પરીક્ષા મોકૂફ રાખવા અંગે મળેલ રજુઆતને ધ્યાને રાખી યુનિવર્સિટી દ્વારા સિન્ડિકેટ સભા બોલાવી રજૂ થયેલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પરીક્ષાનું આયોજન મોકૂફ રાખનો નિર્ણય લેવાંમાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાશાખાના ત્રીજા અને પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા દસ હજાર જેટલા વિદ્યાર્થીઓની મુખ્ય પરીક્ષાનું 148 જેટલા વિવિધ સેન્ટર પર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંગે સંક્રમન જોખમને ધ્યાને રાખી પરીક્ષા મોકૂફ રાખવા રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે માહિતી આપતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સિલર પ્રો,શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના સ્વસ્થયની ચિંતા કરતા સિન્ડિકેટ મિટિંગ માં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details