ગુજરાત

gujarat

50 લાખ લાંચ પ્રકરણના આરોપી પ્રકાશને સબ જેલમાં ખસેડાયો

By

Published : Jan 8, 2021, 10:24 PM IST

સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત બનેલ 50 લાખ પ્રકરણના આરોપી પ્રકાશસિંહ રાઓલને આજ રોજ રિમાન્ડની અવધિ પૂરી થતી હોવાથી આણંદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જેમાં એસીબી દ્વારા વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી આરોપી પ્રકાશને આણંદ સબ જેલના હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

50 લાખ લાંચ પ્રકરણના આરોપી પ્રકાશને સબ જેલમાં ખસેડાયો
50 લાખ લાંચ પ્રકરણના આરોપી પ્રકાશને સબ જેલમાં ખસેડાયો

  • આર.આર.સેલમાં ફરજ બજાવતા એએસઆઇ ની એસીબી ટ્રેપ મામલો
  • આજે રિમાન્ડ પૂર્ણ થતાં આણંદ સિવિલ કોર્ટ ખાતે હતી સુનાવણી
  • આજે વધુ રિમાન્ડ માટે ACB દ્વારા કરવામાં આવી હતી માંગ
  • અગાઉ 2 વખત રિમાન્ડ મળી ચૂક્યા હતા
  • કોર્ટ દ્વારા આજે વધુ રિમાન્ડની અરજી નામંજુર

આણંદ : સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત બનેલ 50 લાખ પ્રકરણના આરોપી પ્રકાશસિંહ રાઓલને આજ રોજ રિમાન્ડની અવધિ પૂરી થતી હોવાથી આણંદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જેમાં એસીબી દ્વારા વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી આરોપી પ્રકાશને આણંદ સબ જેલના હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

50 લાખ લાંચ પ્રકરણના આરોપી પ્રકાશને સબ જેલમાં ખસેડાયો

આરોપીના સંબંધી દ્વારા એસીબી વડામથકનો સંપર્ક સાધવામાં આવ્યો

22 ડિસેમ્બરની આસપાસ ખંભાતમાં ખાતર કૌભાંડમાં આર.આર.સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં આરોપીનું નામ બહાર નહીં લાવવા માટે આ રહેલમાં ફરજ બજાવતા એ.એસ.આઇ પ્રકાશસિંહ રાવલ દ્વારા આરોપી પાસે લાખો રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી. જેમાં આરોપી આ લાંચ આપવા માંગતા નહોતો. તેમના સંબંધી દ્વારા એસીબી વડામથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જે બાદ વર્ષ 2020 ના અંતિમ દિવસે ગુજરાત રાજ્યની સૌથી મોટી કહી શકાય તેવી લાંચ પ્રકરણમાં જેસીબીના કર્મચારીઓ દ્વારા છટકું ગોઠવી પ્રકાશને રંગેહાથ લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યો હતો.

વર્ષ 2020ના અંતિમ દિવસે ઝડપાયો હતો પ્રકાશ

એક તરફ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીના કપરા સમયમાં પસાર થયેલ વર્ષ 2020 ને વિદાય કરી નવા વર્ષ 2021ને હર્ષ ઉલ્લાસ સાથે આવકારવા માટે તત્પર હતા. ત્યારે આણંદ જિલ્લામાં આર.આર.સેલ માં ફરજ બજાવતા એ.એસ.આઇ પ્રકાશસિંહ દ્વારા ખંભાતના ખાતર કૌભાંડમાં આરોપીનું નામ નહીં ખોલવા માટે કરવામાં આવેલ લાખો રૂપિયાના લાંચની માંગણીની રકમ મેળવવા મસ્ત બન્યો હતો. વિદ્યાનગર રોડ પર આવેલ હેવમોર ઇટરી રેસ્ટોરન્ટમાં આ રકમ સ્વીકારવામાં આવતાં જ આ ASI લાંચ રૂશ્વત વિરોધી શાખાના છટકામાં રંગે હાથે ઝડપાઇ ગયો હતો.

બે મોબાઈલ ફોન બન્યા તપાસનો વિષય

અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી તથા આણંદ શહેર એ.સી.બી સંયુક્ત છટકામાં ઝડપાયેલ પ્રકાશ રાવલના વિરોધમાં ગુનો દાખલ કરી એસીબી દ્વારા કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ 5 તારીખ સુધી મંજુર કરવામાં આવ્યા હતા. આ ત્રણ દિવસ દરમિયાન એસીબી દ્વારા પ્રકાશ રાહુલના મિલકત અને બેનામી સંપત્તિ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અતિ મહત્વપૂર્ણ સાબિત થયેલ પ્રકાશના બે આઇફોનને એફ.એસ.એલની મદદથી તેમાંથી માહિતી મેળવી તલસ્પર્શી તપાસ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા એસીબી દ્વારા પ્રકાશને પાછો કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ જાડેજાની દલીલોને ધ્યાને રાખી, કોર્ટ દ્વારા વધુ ત્રણ દિવસ 8 જાન્યુઆરી સુધીના ફ્રધર રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જે આજે પુરા થતા ACB દ્વારા આરોપી પ્રકાશને કોર્ટમાં હાજર કરી બીજા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં સેશન કોર્ટના એડિશનલ સેશન જજ કે.કે શુકલાની કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ દ્વારા ભારે દલીલો કરવામા આવી હતી. જેને ધ્યાને રાખી જજ કે.કે શુકલા દ્વારા રિમાન્ડની માંગણીને ફગાવી આરોપીને સબ જેલના સળિયા પાછળ ધકેલી આપ્યો હતો.

પ્રકાશસિંહને સબ જેલના દરવાજે પહોંચી જાતેજ જેલનો મુખ્ય દરવાજો ખખડાવીને પ્રવેશ કર્યો

કોર્ટ દ્વારા ફ્રધર રિમાન્ડ ના મંજુર કરી આરોપીને આણંદ સબજેલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આરોપી પ્રકાશસિંહને સબ જેલના દરવાજે પહોંચી જાતે જ જેલનો મુખ્ય દરવાજો ખખડાવીને પ્રવેશ કર્યો હતો. પ્રકાશસિંહને જેલના હવાલે કરવામાં આવતા એ.સી.બી. ની ચાલતી તાપસમાં હવે વધુ ખુલાસા થશે કે, કેમ તે અંગે પણ ચર્ચાએ વેગ પકડ્યો હતો!

ACB દ્વારા હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવશે

સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપીના સંપત્તિ અને આવક અંગે થયેલી તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ જણાઈ રહી છે. જેમાં જયપુર અને ગાંધીનગર ની સંપત્તિ અને નાણાંકીય હવાલા અને આર્થિક વહેવારો વિશે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ પરિવારના સભ્યોના નામે વસાવેલી સંપત્તિ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. આ સાથે જ આરોપીના પાસપોર્ટ અને બે આઈ ફોન મોબાઈલની પણ FSLની મદદથી સ્ટેસ્ટેસ્ટિક રિપોર સમરી કઢાવી તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રકાશસિંહની બેનામી સંપત્તિનો મોટો ખુલાસો થાય તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details