ગુજરાત

gujarat

ભારતની પ્રથમ હાઈ-ટેક હની ટેસ્ટિંગ લેબોરેટરી આણંદના NDDB ખાતે શરૂ

By

Published : Jul 28, 2020, 6:40 PM IST

આણંદમાં આવેલા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ખાતે પશુપાલકો માટે હાઈ-ટેક હની ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે.

Hitech Honey Testing
હાઈ-ટેક હની ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ

આણંદઃ જિલ્લામાં NDDB સંલગ્ન પ્રવૃત્તિઓ મારફતે ખેડૂતોની આવકને વધારવાના માટે કટિબદ્ધ છે. આ વિશ્વસ્તરીય હની ટેસ્ટિંગ ફેસિલિટીનું નિર્માણ તેની મલ્ટી-ડિસિપ્લિનરી લેબોરેટરી CALF (ઈઅજઊ)ના એક હિસ્સા તરીકે કરવામાં આવ્યું છે. તે દેશની એકમાત્ર અધિકૃત લેબોરેટરી છે, જે અત્યંત જટિલ વિશ્લેષ્ણાત્મક સાધનો અને વેટ કેમિકલ એનાલીસિસનો ઉપયોગ કરી પ્રમાણિકતા પરીક્ષણ હાથ ધરીને 1 જુલાઈ, 2020ના રોજના FSSAIના તાજેતરના નિયમો મુજબ, મધના નમૂનાઓનું પરીક્ષણ કરી શકે છે. NABLની માન્યતા પ્રાપ્ત આ લેબોરેટરી BIS, એગમાર્ક, કોડેક્સના માપદંડો તથા જંતુનાશકો, એન્ટિબાયોટિક્સ, ભારે ધાતુઓ અને વેટ કેમિકલ ટેસ્ટિંગને આવરી લઈ એક્સપોર્ટ ઈન્સપેકશન કાઉન્સિલના રેસિડ્યૂ મોનિટરિંગ પ્લાન (RMP)ની જરૂરિયાતો મુજબ પણ મધનું પરીક્ષણ કરી શકે છે.

હાઈ-ટેક હની ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ

NDDBએ NBB સાથે ભેગા મળીને દેશમાં ડેરી સહકારી મંડળીઓના નેટવર્કનો ઉપયોગ કરી ખેડૂતોમાં મધમાખીઓના વૈજ્ઞાનિક રીતે ઉછેરને પ્રોત્સાહન આપવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અત્યાધુનિક લેબોરેટરીને કૃષિ મંત્રાલયની આર્થિક સહાય વડે સ્થાપવામાં આવી છે અને મધનું પરીક્ષણ કરવાની તમામ સુવિધાઓ હવે એક જ સ્થળે ઉપલબ્ધ બનશે. શુક્રવારે આણંદમાં આવેલી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (NDDB) ખાતે પશુપાલકો માટે હાઈ-ટેક હની ટેસ્ટિંગ લેબોરેટરી અને બીકીપિંગ ટ્રેનિંગ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details