ગુજરાત

gujarat

સરકાર તરફથી સહાય મળવાની કાગડોળે વાટ જોતો જગતનો તાત

By

Published : Dec 24, 2019, 6:53 AM IST

આણંદઃ સોમવારે ખેડૂત દિવસ હતો ત્યારે આ વર્ષે ખેડૂતોને કુદરતના ભારે પ્રકોપનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય મળવાની ધરતીપુત્રો કાગડોળે વાટ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે આ સમયગાળામાં રવિ પાક માટે ખેડૂતો તૈયારી કરતા જોવા મળે છે, પરંતું આણંદ જિલ્લામાં હજુ ઘણા ખેતરો ખાલી દેખાય રહ્યા છે.

farmers waiting for government help
farmers waiting for government help

આણંદ જિલ્લાની જમીનને સોના સાથે સરખાવવામાં આવે છે. હાલ સોનાની જમીન વિસ્તારના ખેડૂતોને નવેમ્બરના દિવસોમાં કુદરતનો માર વેઠવો પડ્યો હતો. જેના કારણે જગતના તાતને ભારે આર્થીક નુકસાની વેઠવી પડી હતી. સોમવારે ખેડૂત દિવસના રોજ આવી વિકટ પરિસ્થિતિમાં ઈટીવી ભારત દ્વારા ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી હતી. જે દરમિયાન ખેડૂતોએ સરકાર પાસે મુશ્કેલ સમયમાં મદદરૂપ બની ખેડૂતોનો સહારો બની પડખે ઉભા રહેવા આજીજી કરી હતી.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય મળવાની ધરતીપુત્રો કાગડોળે વાટ જોઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવા મસમોટું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાને સહાયની ગ્રાન્ટની રકમ મળી ગઈ છે. ત્યારે આ સહાયના નાણા ખેડૂતના ખાતામાં ક્યારે જમા થાય તે જોવું રહ્યું.

સરકાર તરફથી સહાય મળવાની કાગડોળે વાટ જોતો જગતનો તાત
Intro:આજે ખેડૂત દિવસ છે ત્યારે આ વર્ષે ખેડૂતો ને કુદરત નો ભારે પ્રકોપ વેઠવો પડ્યો છે અને બીજી તરફ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય માટે ધરતીપુત્રો આશા લગાવી બેઠા છે સામાન્ય રીતે આ દિવસો માં રવિ પાક માટે ખેડૂતો તૈયારી કરતા નજરે પડતા હોય છે ત્યારે આણંદ જિલ્લામાં હજુ ઘણા ખેતરો ખાલી દેખાય રહ્યા છે


Body:આણંદ જિલ્લો જ્યાં ની જમીન ને સોના સાથે સરખાવવામાં આવે છે એજ વિસ્તાર ના ખેડૂતો ને નવેમ્બર ના દિવસો માં કુદરત નો માર વેઠવો પડ્યો હતો જેના કારણે જગતના તાત ને ભારે નુકશાની વેઠવી પડી હતી.આજે ખેડૂત દિવસ ના રોજ આવી વિકટ પરિસ્થિતિ માં etv bharat દ્વારા ખેડૂતો સાથે વાતચિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ખેડૂતો એ સરકાર પાસે મુસીબતના સમય માં મદદરૂપ થવા વિનંતી કરવા માં આવી હતી,ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ને મદદ કરવા મસમોટું સહાય પેકેજ લોન્ચ કરવામાં તો આવ્યું છે આણંદ જિલ્લા ને પણ સહાય ની ગ્રાન્ટ ની રકમ મળી ગયાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આ સહાય ના નાણાં ખેડૂત ના એકાઉન્ટમાં ક્યારે જમા થાય તે જોવું રહ્યું.



Conclusion:

ABOUT THE AUTHOR

...view details