આણંદચરોતર ગેસ ( Charotar Gas )ના ચેરમેન ધર્મેન્દ્રભાઇ પટેલે કહ્યુ કે ચરોતર ગેસ હવે ફકત કુદરતી ગેસ સાથે હાઇડ્રોજનનું ઉત્પાદન તેમજ હાઇડ્રોજન ધ્વારા ચાલતા વાહનોને પણ સમગ્ર ગુજરાતમાં હાઇડ્રોજન ફીલીંગ કરવા માટે પહેલ કરેલ છે. ચરોતર ગેસ સહકારી મંડળી ચરોતરમાં ઘરેલુ ઓદ્યોગિક તેમજ વાણિજય, ક્ષેત્રે ગેસ પૂરો પાડી રહી છે. જે હવે સમગ્ર ભારતમાં સૌ પ્રથમ હાઇડ્રોજન ગેસ આધારીત વાહનો બનાવતી કંપની સાથે MOU (MOU with UK High Power System ) કરી દેશના વિકાસમાં મહત્તમ ફાળો આપશે.
સમગ્ર ભારતમાં આવો પહેલો પ્લાન્ટ આ પ્રસંગે હિમાશુભાઈ પટેલ સીઇઓ અને ફાઉન્ડર ટાઇટ્રોન ઇલેક્ટ્રીકલ વ્હીકલ USA ધ્વારા હાઇડ્રોજન પ્રોજેકટ તેમજ હાઇડ્રોજન સ્કૂટર અંગેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતુંં કે તેમનો પ્રોજેક્ટ ખેડા ખાતે કાર્યરત છે. જેને આગળ વધારતા આગામી દિવસોમાં ભુજ ખાતે માસિક 1000 જેટલા ટુ વ્હીલર વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ચરોતર ગેસ ( Charotar Gas ) સહકારી મંડળીનો અમને સહયોગ પ્રાપ્ત થયો છે. કાર્યક્રમમાં ટાઇટ્રોન ફાઉન્ડર તથા સીઇઓ હિમાંશુભાઇ પટેલ USA, જયભાઇ પટેલ હાઇપાવર સીસ્ટમ UK, પીટર બાસ પેગાસસ USA, દારાસીંગ ગદી હોલ્ડીંગ્સ સાઉદી અરેબિયા, તેમજ મયુર દેસાઇ પેગાસસ તેમજ ટી ચન્દ્રમૌલી આ MOU (MOU with UK High Power System ) સમયે ઉપસ્થિત રહ્યા હતાં.