ગુજરાત

gujarat

કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું :પત્ની રેશ્મા

By

Published : Jul 14, 2021, 6:54 PM IST

Updated : Jul 14, 2021, 8:12 PM IST

રાજ્યમાં 2021માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને રાજ્યમાં રાજકિય હલચલ થઈ રહી છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકિના ઘરનો પારિવારિક મામલો બહાર આવ્યો છે જેને લઈને સમગ્ર રાજ્યમાં હલચલ થઈ રહી છે. 12 જૂલાઈએ ભરત સિંહ સોલંકિએ તેમની પત્નિ વિરૂદ્ધ એક નોટીસ જારી કરી હતી જે નોટીસનો તેમની પત્ની દ્વારા આજે જવાબ આપવામાં આવ્યો હતો.

congress
કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું :પત્ની રેશ્મા

  • ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની રેશમાબહેન પટેલને જાહેર નોટિસ આપી
  • રેશ્મા પટેલે તેમના પતિ ભરતસિંહ સોલંકી દ્વારા પાઠવવામા આવેલી નોટીસનો ખુલાસો કર્યો
  • જાહેર ખુલાસો કરી પતિ સાથે રહેવા તૈયાર હોવાની તૈયારી બતાવી


આણંદ: 12 જુલાઈ એ કોંગ્રેસના દિગજ્જનેતા ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની રેશમાબહેનને સમાચાર પત્ર દ્વારા જાહેર નોટિસ આપ્યા બાદ રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ હતી. જે બાદ આજે 14 જુલાઇના રોજ ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પટેલે વકીલ મરફતે ખુલાસો કર્યો છે. રેશમા પટેલેના કોંગી નેતા અને તેમના પતિ ભરતસિંહ સોલંકી દ્વારા પાઠવવામા આવેલી નોટીસનો ખુલાસો કર્યો છે. આ ખુલાસો તેમણે વકિલ નિખલ જોષી મારફતે કર્યો છે.

ભરતસિંહ પત્નિને આપતા હતા માનસિક ત્રાસ

ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે વકીલ નિખિલ જોશીના મારફતે જાહેર ખુલાસો કરતા જણાવ્યું હતું કે ભરતસિંહ સોલંકી જ્યારે કોરાનાથી ગંભીર બિમાર હતા ત્યારે સેવા ચાકરી કરી તેમને પુનઃજીવન આપ્યું હતું. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું છે. ભરતસિંહ સોલંકી પત્ની રેશ્મા પટેલ સાથે ગાળાગાળી કરતા હતા.અને ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્માને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. રાજકારણના હોદ્દાનો દુરુપયોગ કરી છુટાછેડા માટે ભરતસિંહ સોલંકી ખૂબ દબાણ કરી રહ્યા હોવાનો પણ ખુલાસો કર્યો હતો.

આ પણ વાંચો : કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પત્ની વિરૂદ્ધ આપી જાહેર નોટિસ

છૂટાછેડા લેવા માટે દબાણ

ભરતસિંહ સોલંકી દ્વારા રાજકીય વગનો ઉપયોગ કરી પત્ની રેશ્મા પટેલને દબાણમાં લાવવા માટે ભરતસિંહ સોલંકીએ નોટીસ આપ્યાનો વકીલ નિખિલ જોષીનો ખુલાસામાં દાવો કર્યો છે. તેમણે ખુલાસામાં ઉમેર્યું હતું કે રેશ્મા પટેલ આજે પણ એક સારા પત્ની તરીકે ભરતસિંહ સાથે રહેવા તૈયાર છે. ભરતસોલંકી રેશ્મા પટેલને આજે પણ માનસીક ત્રાસ આપી રહ્યા છે. અન્યને ત્યાં આશ્રીત હોવા છતાં ઘરમાંથી કાઢી મુકવા અલગ અલગ વ્યક્તિ દ્વારા ધમકી આપે છે. છુટાછેડા લેવા માટે માનસિક દબાણમાં લાવવા ખોટી નોટીસ આપી હતી. રેશ્મા પટેલ સામે કરવામાં આવેલા આક્ષેપ તદ્દન પાયા વિહોણા હોવાનો ખુલાસો વકીલ નિખિલ જોશી દ્વારા કરાયો છે.

આ પણ વાંચો : કોંગ્રેસ દ્વારા સાઇકલ રેલી યોજી ભાવ વધારાનો કરવામાં આવ્યો વિરોધ

ભરત સોંલકિએ પત્ની વિરૂદ્ધ મોકલી નોટીસ

12 જુલાઈના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્મા પટેલ સામે અખબારમાં નોટિસ આપી હતી. તેમણે વકીલ કે.પી. તપોધન મારફતે તેમનાં પત્ની રેશ્મા પટેલને સમાચાર પત્રકમાં જાહેર નોટિસ પાઠવી હતી, જે નોટિસમાં ઉલ્લેખ કર્યો હતો કે, રેશ્મા પટેલ તેમના પત્ની છેલ્લાં ચાર વર્ષથી તેમના પતિ ભરતસિંહ સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. એ સિવાય આ નોટિસમાં જણાવાયું હતું કે, ભરતસિંહ સોલંકી રાજકીય તેમજ સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે અને તેમના નામ તથા ઓળખનો દુરુપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ સોલંકી એ માટે જવાબદાર રહેશે નહીં.

Last Updated : Jul 14, 2021, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details