ગુજરાત

gujarat

50 લાખના લાંચ પ્રકરણના આરોપી પ્રકાશસિંહે દસ વર્ષમાં 3.12 કરોડની મિલકત ભેગી કરી : ACB

By

Published : May 1, 2021, 9:11 PM IST

રાજ્યના અતિ ચકચારી બનેલા 50 લાખના લાંચ પ્રકરણના આરોપી સામે એક વધુ ગુનો નોંધવામાં આવ્યો છે. આણંદ પોલીસ બેડામાં વિવાદાસ્પદ રહેલા અને રાજ્યના સૌથી મોટા કહી શકાય તેવા 50 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલે પોતાની કારકિર્દીના દસ વર્ષના ગાળામાં રૂપિયા 3.12 કરોડથી વધુ મિલકત ભેગી કરી હતી.

Anand news
Anand news

  • રાજ્યના સૌથી મોટા લાંચ પ્રકરણના આરોપી સામે મોટો ખુલાસો
  • ASI પ્રકાશસિંહ પાસે અપ્રમાણસર મિલકત આવી સામે
  • 1.45 કરોડની મિલકત અંગે વિભાગીય તપાસમાં ખુલાસો
  • પ્રકાશસિંહે દસ વર્ષમાં 3.12 કરોડની મિલકત ભેગી કરી

આણંદ : રાજ્યના અતિ ચકચારી બનેલા 50 લાખના લાંચ પ્રકરણના આરોપી સામે એક વધુ ગુનો નોંધવામાં આવ્યો છે. આણંદ પોલીસ બેડામાં વિવાદાસ્પદ રહેલા અને રાજ્યના સૌથી મોટા કહી શકાય તેવા 50 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલે પોતાની કારકિર્દીના દસ વર્ષના ગાળામાં રૂપિયા 3.12 કરોડથી વધુ મિલકત ભેગી કરી હતી. આ બાબત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના ધ્યાનમાં આવતા પ્રકાશસિંહ સામે વધુ એક ગુનો નોંધાયો છે. પ્રકાશસિંહે પોતાની દસ વર્ષની કારકિર્દીમાં આણંદ ઉપરાંત ભરૂચ, ગાંધીનગર જિલ્લામાં મિલકત વસાવી છે.

ACB

પ્રકાશસિંહ રાઓલને અમરેલીમાં નિમણૂંક અપાઈ છે અને હાલ તેની ફરજ મોકુફ છે

આણંદ પોલીસ બેડામાં એક સમયે વહીવટદાર તરીકે પંકાયેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પ્રકાશસિંહ રાઓલનો ભ્રષ્ટાચારથી ભેગી કરેલી મિલકતનો પટારો ખુલ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ દરમિયાન પ્રકાશસિંહ પાસે કરોડોની અપ્રમાણસર મિલકત બહાર આવી છે. પ્રકાશસિંહ રાઓલને અમરેલીમાં નિમણૂંક આપવામાં આવી છે અને હાલ તેની ફરજ મોકુફ છે. તેની અપ્રમાણસર મિલકત અંગે અરજી મળતાં ACB દ્વારા મિલકત સંબંધી દસ્તાવેજી પુરાવાઓ, બેન્ક ખાતાઓ, વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી. તેમના નાણાકીય વ્યવહારની તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રકાશસિંહ, તેમના પત્નીના નામની સ્થાવર અને જંગમ મિલકતો સંબંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.

પ્રકાશસિંહ

પ્રકાશસિંહ પાસે કુલ રૂપિયા 1,45,05,245 અપ્રમાણસર મિલકત હોવાનું ખુલ્યું

પ્રકાશસિંહે 1લી એપ્રિલ, 2009થી 31મી માર્ચ, 2018 દરમિયાન કુલ 3,12,82,140ની મિલકત ભેગી કરી છે. જેમાં દાગીના, જમીન, મકાન સહિતનો સમાવેશ થાય છે. જે આણંદ ઉપરાંત ભરૂચ, ગાંધીનગરમાં પણ મિલકત વસાવી છે. જોકે તેની સામે પગાર, મિલકતના ભાડા, ખેતીની આવક રૂપિયા 1,67,76,895 ગણી શકાય તેમ છે. આમ પ્રકાશસિંહ પાસે કુલ રૂપિયા 1,45,05,245 અપ્રમાણસર મિલકત હોવાનું ખુલ્યું છે. આ અંગે ACBએ વધુ એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રકાશસિંહ

આ પણ વાંચો : અરવલ્લી ACBએ સેલટેક્ષના 4 ઇન્સ્પેકટર્સને 6 લાખ જેટલી રોકડ રકમ સાથે ધરપકડ કરી

દસ વરસમાં અડધા કરોડની લેતી દેતી બેન્ક મારફતે થઇ છે

પ્રકાશસિંહ રાઓલે 1લી એપ્રિલ, 2009થી 31મી માર્ચ, 2018 દરમિયાન રૂપિયા 49,83,500 રોકડ રકમ તેના જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી છે. આ ઉપરાંત તેમના પત્ની અને અન્ય પરિવારજનોના નામે રૂપિયા 51,29,774ની સ્થાવર અને જંગમ મિલકત ખરીદી ખર્ચ પેટે ચુકવ્યાં છે.

આ પણ વાંચો : પૂર્વ કચ્છના ASIની આવક કરતા વધુ સંપતિ નિકળતા ACBમાં ફરિયાદ નોંધાઈ

ખંભાતમાં પકડાયેલા ખાતર કૌભાંડમાં ખાતર પડવા જતા ઝડપાઇ ગયો હતો

પોલીસ કોન્સ્ટેબલ તરીકે કારકિર્દી શરૂ કરનારા પ્રકાશસિંહનું શરૂઆતથી જ પોલીસ બેડામાં વજન રહ્યું છે. જે અગાઉ LCBમાં વહીવટદાર તરીકે પંકાયો હતો. LCBમાં ફરજ દરમિયાન જિલ્લાના કોઇપણ પોલીસ સ્ટેશનમાં અધિકારીની બદલી કરાવી શકતો હતો. જે ખંભાતમાં પકડાયેલા ખાતર કૌભાંડમાં ખાતર પડવા જતા ઝડપાઇ ગયો હતો. આજે શનિવારે જેમ અધધ 50 લાખની માંગણી કરીને ACBના ઝટકામાં ઝડપાઇ ગયો હતો. આર.આર.સેલ માં ફરજ બજાવતા પ્રકાશસિંહના આ લાંચ પ્રકરણના ખુલ્લા પડ્યા બાદ ગૃહ વિભાગના નિર્ણયે આર.આર.સેલને બંધ કર્યો હતો. આમ આણંદમાં કરોડપતિ ASI સામે અન્ય એક ગુનો નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details