ગુજરાત

gujarat

તારાપુરથી અપહૃત બાળકી 45 દિવસ બાદ મોરબીથી મળી

By

Published : Jan 30, 2021, 7:28 PM IST

Updated : Jan 30, 2021, 8:23 PM IST

આણંદ જિલ્લાના તારાપુરમાં એક શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકીને 45 દિવસ પહેલા ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ નોંધાયાના 45 દિવસ બાદ તારાપુર પોલીસે બાળકીને શોધી લીધી છે. પોલીસે કરેલી પ્રાથમિક તાપસમાં કોઈ અજાણ્યો શખ્સ આ બળકીને ઉપાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

મોરબી સમાચાર
મોરબી સમાચાર

  • 45 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીને મોરબીથી શોધી લીધી
  • મધ્યપ્રદેશના શખ્સે 45 દિવસ પહેલા 6 વર્ષની બાળકીનું તારાપુરથી કર્યું હતું અપહરણ
  • તારાપુર પોલીસની સતર્કતાને કારણે બાળકીનો જીવ બચ્યો

આણંદ : મૂળ દાહોદના શ્રમજીવી પરિવારની 6 વર્ષની દીકરી માહી(નામ બદલેલ છે)ની ગુમ થયાની ફરિયાદ મળતા જ તારાપુર પોલીસ સતર્ક બની ઘટનાની તમામ સંભવિત કળીઓ જોડવામાં જોતરાઈ ગઈ હતી. પોલીસને બાળકીનું કોણ અપહરણ કરી ગયું હશે? ક્યા કારણે અપહરણ થયું હશે? અપહરણ કરી ક્યા રાખવામાં આવ્યું હશે? જેવા અનેક સવાલો પોલીસ સામે ઊભા હતા. ત્યારે તારાપુર પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. શિલ્પીએ આ ઘટનામાં આરોપીને ઝડપી લેવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાવવામાં આવ્યા હતા. તારાપુર પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર નિતાબા ઝાલાને કેસની ઝીણવટ ભરી તાપસ સોંપવા આવી હતી.

તારાપુરથી અપહૃત બાળકી 45 દિવસ બાદ મોરબીથી મળી

આરોપી માનસિક વિકૃતિ

આઈ. ઓ. ઝાલાએ ગુમ માહીને શોધી કાઢવા માટે તારાપુરમાં બનેલા ઘટનાના સમયના CCTV મેળવી આરોપીની ઓળખ મેવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરીને આરોપીની પ્રથમ ઓળખ ઉભી કરીને આરોપી મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ ગુજરાતમાં છૂટક મજૂરી કરતો હોવાની મહત્વપૂર્ણ કડી શોધી કાઢી હતી. આરોપીના પરિવારનો સંપર્ક કરી આરોપી માનસિક વિકૃતિ ધરાવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

મોરબીમાં કેમ્પ બનાવીને બાળકીનો તાગ મેળવીને શોધી લીધી

આણંદ પોલીસે આરોપીને મજૂરી કામ માટે સંભવિત વિસ્તારોને ધ્યાનમાં રાખી તેની કામની કુશળતા અને પહેલા મજૂરી કામે મેળવેલા અનુભવો અંગે જાણકારી મેળવી હતી. જેમાં તરાપુર પોલીસને જાણકારી પ્રાપ્ત થઈ હતી કે, આરોપી સીરામીકની કંપનીઓમાં મજૂરી કામનો અનુભવ ધરાવતો હોવાથી મોરબીની કળી મેળવવી હ્યુમન ઇન્ટેલિજન્સને મોરબીમાં સક્રિય કરી ગુમ થયેલી માહીને મોરબીમાં હોવાની શક્યતાઓના આધારે તાપસ સારું કરીને મોરબીમાં કેમ્પ બનાવીને બાળકીનો તાગ મેળવીને તેને શોધી લીધી હતી.

આરોપી ગુડડુ દલ્લા માલીવાડ

બાળકીને આણંદ લાવવામાં આવી

તારાપુરથી ગુમ થયેલી માહી મોરબીમાંથી મળી આવતા મોબાઈલથી વીડિયો કોલ કરી તેની માતાને બતાવી ઓળખ કરાવી બાળકીને આણંદ લાવવામાં આવી હતી. મોરબીમાં ગુપ્ત રાહે બાળકીની તાપસ કરતી તારાપુર પોલીસની જાણ આરોપીને થઈ જતા તે પોલીસના છટકામાં આવતા પહેલા ફરાર થઈ ગયો હતો.

હ્યુમન ઇન્ટેલિજન્સ અને સમજ શક્તિનો ઉપયોગ કર્યો

આ અંગે ખંભાત નાયબ પોલીસ અધિક્ષક ભારતીબેન પંડ્યાએ મીડિયા સમક્ષ આ ઘટના અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, તારાપુરમાંથી 45 દિવસ પહેલા ગુમ થયેલી બાળકીને તારાપુર પોલીસે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી કોઈપણ ટેક્નિકલ ઇન્ટેલિજન્સની મદદ મેળવ્યા સિવાય ફક્ત હ્યુમન ઇન્ટેલિજન્સ અને પોતાની સમજ શક્તિનો યોગ્ય ઉપયોગ કરી, એક માનસિક વિકૃત આરોપીના કબ્જામાંથી સહીસલામત છોડાવીને પરિવારને પરત સોંપી છે. ફરાર આરોપીને ઝડપી લેવા માટે પોલીસે 1000 જેટલા પોસ્ટર સાથે રાજ્યના તમામ પોલીસ મથકોમાં આરોપીના ફોટો મોકલી તાત્કાલિક અસરથી તેને ઝડપી લેવા તાપસ હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ આ આરોપી એ અન્ય પણ આ પ્રકારના ગુનાઓ અગાવ આચ્યાર્ય હોવાની પણ તારાપુર પોલીસે શંકા વ્યક્ત કરી હતી.

આરોપીને ઝડપી લેવા તમામ દિશામાં ચક્રો ગતિમાન

આરોપી ગુડડુ દલ્લા માલિવાડ મૂળ મધ્યપ્રદેશ રાજ્યાના જાંબુઆ જિલ્લાના માનપુર ગામનો વાતની હોવાની તારાપુર પોલીસે માહિતી મેળવી છે. તેની અન્ય કેટલા ગુનામાં સંડોવણી છે, તે દિશામાં તાપસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીને ઝડપાયા બાદ તેના કરતૂતો પરથી પરદો ઉચકાય તેવી શક્યતા છે. ત્યારે પોલીસે પણ આરોપીને ઝડપી લેવા તમામ દિશામાં ચક્રો ગતિમાન કરી દીધા છે.

પોલીસે સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ અપાવી માનવતા મેહકાવી

બાળકી સુધી 45 દિવસ બાદ પહોંચવામાં સફળ બનેલી તારાપુર પોલીસ દ્વારા બાળકીની શારીરિક પરિસ્થિતિ અંગે ચકાસણી કરતા તેને માથાના ભાગે વાગ્યા બાદ પરૂ થયેલું જણાતા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજિત રાજ્યણની સૂચના મુજબ તેને જરૂરી તમામ સારવાર ઉપલબ્ધ કરાવી તેનો તમામ ખર્ચ પોલીસ દ્વારા ઉપાડી પરિવારને આર્થિક સંકડામણમાં સારવારના ખર્ચની ચિંતામાંથી મુક્તિ અપાવી માનવતા મેહકાવી હતી. હાલ બાળકી પાસેથી જરૂરી માહિતી મેળવીને આરોપી દ્વારા તેના પર ગુજારવામાં આવેલા અત્યાચાર અંગે જરૂરી માંહિતી મેળવવા પોલીસ પરિવારની મદદ લઇ રહી છે.

Last Updated :Jan 30, 2021, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details