ગુજરાત

gujarat

Hit and run : આણંદ જિલ્લાના પેટલાદમાં 4 વર્ષના બાળકે ગુમાવ્યો જીવ

By

Published : Jun 13, 2021, 7:26 PM IST

આણંદ જિલ્લાના પેટલાદમાં ઈસરામા રોડ ઉપર આવેલા આશાપુરા રેસીડેન્સી પાસે શુક્રવારે રાત્રીના સવા આઠ વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનની ટક્કરે 4 વર્ષના બાળકનું મોત થયુ હતું. આ બનાવ અંગે પેટલાદ ટાઉન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Anand Breaking News
Anand Breaking News

  • પેટલાદ આશાપુરી રોડ પર બની હીટ એન્ડ રનની ઘટના
  • અકસ્માતમાં 4 વર્ષનો બાળકને ગાડીએ લીધો અડફેટમાં
  • સાહીલ નામના બાળકને ગંભીર ઇજાઓ થતા મોત
  • અજાણી સફેદ રંગની કાર બાળકને ટક્કર મારી ફરાર

આણંદ : આ ઘટનાની મળતી વિગતો અનુસાર પેટલાદ શહેરમાં ઈસરામા રોડ ઉપર આશાપુરા રેસીડેન્સી પાસે રહેતા રમેશભાઈ રાવજીભાઈ વાઘરીનો ચાર વર્ષીય પુત્ર સાહીલ ગત શુક્રવારે રાત્રીના સવા આઠ વાગ્યાના સુમારે પોતાના ઘર પાસે રમી રહ્યો હતો, ત્યારે પુરપાટ ઝડપે જતી સફેદ કલરની અજાણી કારના ચાલકે સાહીલને ટક્કર મારી કાર લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અજાણી કારની અડફેટે આવી જતા ગંભીર પણે ઈજા પામેલા સાહીલનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

પેટલાદમાં 4 વર્ષના બાળકે ગુમાવ્યો જીવ

આ પણ વાંચો: રાંચીમાં હિટ એન્ડ રન: બેકાબૂ કારે 7 લોકોને કચડી નાખ્યા, 2ના મોત

પોલીસે અજાણી કાર વિરુદ્ધ ફરિયાદ નોંધી

આ ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે પેટલાદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પેટલાદ ટાઉન પોલીસે મૃતક બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને આ બનાવ અંગે રમેશભાઈ રાવજીભાઈ વાઘરીની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આજે રવિવારે સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેઓના પરિવારજનોને અંતિમ વિધિ માટે સુપ્રત કર્યો હતો.

પેટલાદ

ABOUT THE AUTHOR

...view details