ગુજરાત

gujarat

રાજ્યના આરોગ્ય કમિશ્નરે અમરેલીની મુલાકાત લીધી

By

Published : Sep 10, 2020, 4:41 AM IST

રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ અમરેલીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં થતા વધારાને ધ્યાનમાં રાખી તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ETV BHARAT
રાજ્યના આરોગ્ય કમિશ્નરે અમરેલીની મુલાકાત લીધી

અમરેલી: જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરેએ બુધવારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત તેમણે કોરોનાગ્રસ્ત દર્દીની દેખરેખ માટે તૈયાર કરાયેલા મોનિટરીંગ સેલની પણ મુલાકાત લીધી હતી.

આરોગ્ય કમિશ્નરે અમરેલીની મુલાકાત લીધી

આ મુલાકાત દરમિયાન આરોગ્ય કમિશ્નરે CCTV કેમેરાથી કોરોનાગ્રસ્ત દર્દીની દેખરેખ માટે તૈયાર થયેલા મોનિટરીંગ સેલના આ નવતર પ્રયોગને બિરદાવ્યો હતો.

આરોગ્ય કમિશ્નર સાથે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે પ્રેઝન્ટેશનના માધ્યમથી અમરેલી જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા, સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલોમાં કોવિડના બેડ, ICU, દવાના જથ્થાની ઉપલબ્ધતા, કન્ટેઈનમેન્ટ ઝોન, હોમિયોપેથીક તથા આયુર્વેદની દવાઓના વિતરણ તથા બહારથી આવતા લોકોને ક્વોરેન્ટાઈન કરવાની કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી.

રાજ્યના આરોગ્ય કમિશ્નરે અમરેલીની મુલાકાત લીધી

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1478 છે. જે પૈકી 1211 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 139 દર્દીઓ સારવાર હેઠળ છે અને કુલ 28 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details