ગુજરાત

gujarat

અમરેલીમાં એશિયાટિક સિંહોના મોતનો સિલસિલો યથાવત, 24 કલાકમાં 3 સિંહોના મોત

By

Published : May 28, 2020, 3:18 PM IST

અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 3 સિંહોના મોતને લઈને વન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. સાવરકુંડલા મિતિયાળા અભ્યારણમાંથી સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહોના મોતથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિંહોના મોતનુ કારણ હજુ અંકબંધ છે.

અમરેલીમાં એશિયાટિક સિંહોના મોતનો સિલસિલો યથાવત,
અમરેલીમાં એશિયાટિક સિંહોના મોતનો સિલસિલો યથાવત,

અમરેલીઃ અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 3 સિંહોના મોતને લઈને વન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. સાવરકુંડલા મિતિયાળા અભ્યારણમાંથી સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહોના મોતથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિંહોના મોતનુ કારણ હજુ અંકબંધ છે.

અમરેલીમાં એશિયાટિક સિંહોના મોતનો સિલસિલો યથાવત,

અમરેલીમાં એશિયાટિક સિંહો પર આવેલી આફત હજુ ટળી નથી. છેલ્લા 24 કલાકમાં 3 સિંહોના મોતથી વન વિભાગમા દોડધામ મચી છે. ખાંભા-પીપળવા રાઉન્ડના ડંકીવાળા વિસ્તારમાંથી સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો તો સાવરકુંડલા મિતિયાળા અભ્યારણમાંથી સિંહનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

અમરેલીમાં એશિયાટિક સિંહોના મોતનો સિલસિલો યથાવત

બીજી તરફ રાજુલાના કોવાયા ગામથી રેસ્ક્યુ કરેલા સિંહનુ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. છેલ્લા 24 કલાક દરમિયાન 3 સિંહોના મોતથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સિંહોના મોતનુ કારણ હજુ અંકબંધ છે.

ABOUT THE AUTHOR

...view details