ગુજરાત

gujarat

અમરેલી: પીપાવાવ મરીન પોલીસના PSI સસ્પેન્ડ

By

Published : Jun 9, 2020, 1:28 AM IST

અમરેલીના પીપાવાવ મરીન પોલીસના PSI સચિન શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે અમરેલી પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.

ETV BHARAT
પીપાવાવ મરીન પોલીસના PSI સસ્પેન્ડ

અમરેલી: પીપાવાવ મરીન પોલીસના PSI સચિન શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે અમરેલી પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.

પીપાવાવ મરીન પોલીસના PSI સસ્પેન્ડ
મળતી માહિતી મુજબ પીપાવાવ પોર્ટની SGC નામની ખાનગી કંપનીમા કોન્ટ્રાકટર દ્વારા 3 કરોડનું ટેન્ડર ભરવામાં આવ્યું હતું. ફેબ્રિકેશનનું આ ટેન્ડર સ્થાનિક કોન્ટ્રાકટર દ્વારા ભરવામાં આવ્યું હતુ. જેથી PSIએ ટેન્ડર ભરનારને આ ટેન્ડર પોતાનું જણાવી નાણાની માંગણી કરી હતી.

PSIએ કોન્ટ્રાકટરને પોલીસ સ્ટેશન બોલાવી અને કરોડોનું ટેન્ડર લેવા માટે દબાણ પણ કર્યું હતુ, પરંતુ કોન્ટ્રાકટર ભગવાન લાખણોત્રાએ સમગ્ર મુદ્દાનું રેકોર્ડિગ સહિતના પુરાવા અમરેલીના SP નિર્લિપ્ત રાયને આપ્યા હતા. જેથી SP નિરલિપ્ત રાયે PSIને સસ્પેન્ડ કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details