ગુજરાત

gujarat

Pipavav Port : દવાની આડમાં 900 બોક્સમાં ડ્રગ્સ ઘુસાડવાની શંકાએ NCBની સર્ચ ઓપરેશન

By

Published : Mar 4, 2023, 9:56 AM IST

રાજુલાના પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાં દવાની આડમાં ડ્રગ્સ ઘુસાડતા હોવાની એનસીબીને શંકા છે. શંકાના આધારે એનસીબીએ તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. મળતી માહિતી અનુસાર સવારથી મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું.

Pipavav Port : દવાની આડમાં 900 બોક્સમાં ડ્રગ્સ ઘુસાડવાની શંકાએ NCBની સર્ચ ઓપરેશન
Pipavav Port : દવાની આડમાં 900 બોક્સમાં ડ્રગ્સ ઘુસાડવાની શંકાએ NCBની સર્ચ ઓપરેશન

અમરેલી : રાજુલા તાલુકાના દરિયાકાંઠે આવેલા પીપાવાવ પોર્ટની અંદર જેટી વિસ્તારમાં એનસીબીની ટીમે સવારથી ધામા નાખ્યા હતા. મળતી માહિતી પ્રમાણે એક કન્ટેનરમાં દવાની આડમાં ડ્રગ્સ આવ્યું હોવાની એનસીબીને શંકા છે. એનસીબીએ શંકાના આધારે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. આ સાથે ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમ પણ પહોંચી છે. કારણ કે, ગુજરાતમાં 1 કન્ટેનરમાં દવાઓની આડસમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઘૂસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવી એનસીબીને શંકા છે.

શું છે સમગ્ર મામલો : અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના દરિયા કાંઠે આવેલ પીપાવાવ પોર્ટની અંદર જેટી વિસ્તારમાં એનસીબીનું સર્ચ ઓપરેશન થયું હતું. સૂત્રો અનુસાર હરિયાણાનું 1 કન્ટેનર હોવાનું સામે આવ્યું છે. જેમાં મેડિકલની દવાની આડમાં ડ્રગ આવ્યું હોવાની એજન્સીને આશંકા છે. તેમાં કેટલાક બોક્સમાં નશીલા પદાર્થ કોઈ મેડીસીનનો જથ્થો હોવાની આશંકાને લઈ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઓપરેશન શરૂ થતાં આસપાસ આવેલા ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ ફેલાયો છે.

મોડી રાત સુધી યથાવતઃ સવારથી મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલું રહ્યું હતું. તપાસ માટે અમરેલી સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ, પીપાવાવ કસ્ટમને પણ બોલાવાયા છે. પીપાવાવ પોર્ટ ઉપર એફએસએલની ટીમને બોલાવી અમદાવાદ લેબમાં સેમ્પલ લઈ મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે. પીપાવાવ પોર્ટ પર તંત્ર દ્વારા અહીં જીણવટ ભરી રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો :Ahmedabad Crime News : ડ્રગ્સ હબ નાગોરથી ડ્રગ્સ લઈને અમદાવાદમાં ડિલિવરી કરવા આવેલો શખ્સ ઝડપાયો

NCB સાથે SOGની ટીમ :અગાઉ પણ ડ્રગ્સ ઝડપાયું હોવાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો હાલ વધુ સતર્ક છે. દવાઓ અને ડ્રગ્સ એનસીબી દ્વારા 900 જેટલા બોક્સમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી એસઓજી ઉપરાંત ફોરેન્સિક ટીમ પણ તપાસમાં સાથે જોડાયું છે. બહારથી આવેલા આ એક કન્ટેનરમાં ડ્રગ્સ હોવાની તંત્રને શંકા છે. જોકે, સમગ્ર તપાસ બાદ તેની સત્તાવાર વિગતો આગામી સમયમાં સામે આવશે.

આ પણ વાંચો :Ahmedabad Crime News : 5 કિલો ડ્રગ્સ બનાવી શકાય તેવી ગુણવત્તાનું 500 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું, બે આરોપીની ધરપકડ

થોડા સમય પહેલા : થોડા સમય પહેલા ડી.આર.આઈ. અને કોન્ટ્રાસ લોજેસ્ટિક કંપનીમાં એટીએસ ના સંયુક્ત ઓપરેશન દરમિયાન કન્ટેનરો યાર્નની અંદર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈને ગુજરાતની એજન્સીઓ એલર્ટ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડ્રગ માફિયાઓનો ડોળો મુન્દ્રા પોર્ટ બાદ પીપાવાવ પોર્ટ પર હોવાની લોકોમાં ચર્ચા જાગી છે. જોકે, આ પોર્ટ પરથી આ પહેલા કરોડો રૂપિયાની ઈ સિગારેટનો જથ્થો અને પાઉડર ફોર્મેટમાં ડ્રગ મળી આવ્યું હતું. જેને લઈને એજન્સીઓની દોડધામ વધી ગઈ હતી. જોકે, આ કેસમાં કન્ટેનરમાંથી શું મળ્યું છે. એને લઈને કોઈ તપાસ એજન્સીના અધિકારીઓ કોઈ પ્રકારનો ફોડ પાડ્યો નથી. માત્ર આશંકાના આધારે કામગીરી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details