ગુજરાત

gujarat

અમરેલીમાં યોજાશે લોક અદાલત, સિવિલ કેસોનો કરવામાં આવશે નિકાલ

By

Published : Jun 23, 2021, 2:08 PM IST

વર્ષોથી અટકી પડેલા કેસોના નિકાલ માટે અમરેલીમાં આગામી મહિનાની 10 તારીથે લોત અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જ્યા સિવિલ કેસોનો નિકાલ કરવામાં આવશે.

xxx
અમરેલીમાં યોજાશે લોક અદાલત, સિવિલ કેસોનો કરવામાં આવશે નિકાલ

  • અમરેલીમાં આગામી મહિનામાં લોક અદાલતનું આયોજન
  • સિવિલ કેસોની થશે સુનવણી
  • અટકેલા કેસોનો નિકાલ આવે તે માટે આયોજન

અમરેલી: દેશની કોર્ટમાં લાખોની સંખ્યામાં કેસોની સુનાવણી બાકી છે અને કેટલાય કેસો એવા છે કે જેની કોર્ટમાં એકપણ વાર તારીખ પણ નથી પડી. કોર્ટનુ ભારણ ઘટાડવા અને લોકોને જલ્દી ન્યાય મળે તે માટે શહેરો-ગામમાં લોક આદાલતનુ આયોજન કરવામાં આવે છે જેમાં લોકોને ત્વરીત ન્યાય મળે છે અને કોર્ટમાં કેસોનો વધારો પણ નથી થતો. આવી જ એક લોક અદાલત અમરેલીમાં યોજાવાની છે જ્યા વિવિધ કેસોનુ સમાધાન કરવામાં આવશે.

લોક અદાલતનું આયોજન

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલીના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક જજ પી. એસ. બ્રહ્મભટ્ટ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા અદાલત અમરેલી અને અમરેલી તાલુકા કોર્ટોમાં આગામી મહિનાની 10 તારીખે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 8 મેના રોજ યોજાશે મેગા લોક અદાલત

સિવિલ કેસો પર થશે સુનવણી

આ લોક અદાલતમાં ગુનો, મની રીકવરી , MSP,લેબર ડિસપ્યુટ, લેન્ડ એક્ઝિવેશન કેસો, વિજળી અને પાણી બીલો, સર્વિસ કેસો, રેવન્યુ કેસો અને આધર સિવિલ કેસોનુ સમાધાન આ લોક અદાલતમાં લાવવામાં આવશે. અમરેલી જિલ્લા લોક અદાલતમાં વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગ દર્શન હેઠળ સેશન્સ કોર્ટ અમરેલી તથા જીલ્લાના બધા તાલુકા કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઇ-લોક અદાલતમાં માત્ર 32 ટકા કેસનો નિકાલ થયો

ABOUT THE AUTHOR

...view details